PHOTOS

પોલીસને પડકાર ફેંકતા રીક્ષાચાલકો, જાહેર રસ્તા પર રેસ લગાવીને રમરમાટ દોડાવી રીક્ષા

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : જાહેર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવનારાઓ બેફામ.. રાજકોટ જામનગર રોડ પર રિક્ષા ચાલકોએ રફ્તારની રેસ લગાવી.. તો, સુરતમાં રીલ માટે બાળકને પિતાએ સોંપ્યુ બાઈકનું હેન્ડલ..
 

Advertisement
1/5

રાજકોટમાં ફરી રેસ્લિંગ ગેંગનો આતંક સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં ફરી મોતનો ખેલ ખેલાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટ જામનગર હાઇવે પર રિક્ષાની રેસ લગાવામાં આવી છે. પૈસા લઈને રીક્ષા ચાલકો રેસ લગાવી રહ્યા છે. રીક્ષા ચાલકોની રેસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. (તસવીર - ગૌરવ દવે, રાજકોટ)

2/5

આ રેસમાં 50થી વધુ બાઈક ચાલકોએ અને રીક્ષા ચાલકોએ હાઇવે લીધો માથે તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે શું કોઈ વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. રીક્ષાની રેસનો વીડિયો વાઇરલ થતાં જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ટ્રાફિક DCP દ્વારા બે ટીમો બનાવી રીક્ષા ગેંગને પકડવા આદેશ આપ્યા છે. તેમજ રિક્ષાની રેસ લગાવનાર સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. (Image : Gaurav Dave, Rajkot)

Banner Image
3/5

રાજકોટ જામનગર હાઇવે પર રીક્ષાની રેસના વીડિયો હાલ રાજકોટવાસીઓને ચોંકાવી રહ્યાં છે. રેસના રાક્ષસો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આવામાં જો કોઈ વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર ગણાશે.   

4/5

રીક્ષાની રેસનો વીડિયો વાયરલ થતા જ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોને લઈને તપાસ માટે અલગ અલગ બે ટીમો બનાવી છે. સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા માટે આવી રેસ થતી હોય છે. જેથી આ કેસમાં ઓવર સ્પીડ, જોખમી ડ્રાઇવિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી થશે. 

5/5




Read More