PHOTOS

એન્ટીલિયાની અત્યંત ભવ્ય સજાવટ, તસવીરોમાં જુઓ ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ

ઈશા અંબાણીના લગ્નની પ્રી વેડિંગ સેરેમનીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

Advertisement
1/9
આવી રીતે સજ્યો ગેટ
આવી રીતે સજ્યો ગેટ

એન્ટીલિયામાં જેવો કોઈ પ્રવેશ કરશે કે તેમને નજર આવશે આ સુંદર ગેટ. ફૂલોથી સજાવેલો આ સુંદર ગેટ તેમનું સ્વાગત કરશે. 

2/9
આવી રીતે થશે સ્વાગત
આવી રીતે થશે સ્વાગત

અહેવાલોનું માનીએ તો અનેક નેતાઓ અને મંત્રીઓ આ લગ્નમાં સામેલ થઈ શકે છે. 

Banner Image
3/9
સ્વર્ગ જેવું ઘર
સ્વર્ગ જેવું ઘર

સૂત્રોના જણાવ્યાં મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ લગ્નમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. 

4/9
અતિ મોંઘા લગ્ન
અતિ મોંઘા લગ્ન

પોલીસે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્નમાં સામેલ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. આ લગ્નને ભારતીય ઉદ્યોગ જગતમાં અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યાં છે. 

5/9
શું વાત છે
શું વાત છે

ઈશા અને આનંદ પીરામલના લગ્ન અંબાણી હાઉસ એન્ટીલિયામાં થશે. તેના કારણે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 

 

6/9
ચક્કાજામ
ચક્કાજામ

ટ્રાફિક પોલીસે કહ્યું કે મહેમાનોની અવરજવરના કારણે સવારે થોડા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી શકે છે. 

7/9
આજે છે લગ્ન
આજે છે લગ્ન

સૂત્રોના જણાવ્યાં મુજબ મહેમાનોની સૂચિમાં લગભગ 600 મહેમાનો હશે. જેમાં બંને પરિવારના નજીકના સંબંધીઓ અને મિત્રો હાજર રહેશે. 

8/9
આવો છે નજારો
આવો છે નજારો

આવનારા મહેમાનોમાં મોટાભાગના દુલ્હા અને દુલ્હનના પરિવારના નજીકના સભ્યો હોઈ શકે છે. રિસેપ્શન શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સના મેદાનમાં થશે. 

9/9
આવી રીતે સજ્યા દ્વાર
આવી રીતે સજ્યા દ્વાર

પોલીસે કહ્યું કે વિસ્તારમાં પહેલેથી જ પોલીસકર્મીઓ તહેનાત છે. લગ્નમાં વીવીઆઈપી લોકોની હાજરીના કારણે સુરક્ષા અત્યંત ચુસ્ત કરવામાં આવી રહી છે. (તમામ તસવીરો સાભાર- યોગેન શાહ)





Read More