Dhan labh Upay: ઘણા વ્યક્તિ મહેનત તો દિવસ રાત કરે પરંતુ જે ધન કમાય છે તે ટકતું નથી. તેમના ઘરમાં બરકત દેખાતી નથી. ધન આવે છે પરંતુ અણધાર્યા ખર્ચમાં રુપિયા ખર્ચાય જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જમાવાયા છે જેને કરવાથી તમે ધન પ્રાપ્ત કરી શકો છો. આ કામ જે ઘરમાં રોજ થાય છે ત્યાં બરકત વધે છે.
ગુરુવારે ઘઉંના લોટમાં હળદર ઉમેરી તેની રોટલી બનાવો અને ગાયને ખવડાવો. તેનાથી તમારા જીવનની સમસ્યાઓ દુર થવા લાગશે અને ધન ટકવા લાગશે.
હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીની પૂજા કરવાને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે. તેનાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે. ધનના દેવીની પૂજામાં લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ.
ધનની સમસ્યાઓ દુર કરવા માટે પીપળાના પાન પર રામ નામ લખી હનુમાનજીના મંદિરમાં રાખો. સાથે જ હનુમાનજીને ચણાના લોટની મીઠાઈનો ભોગ ધરાવો.
ધન લાભ માટે નિયમિત રીતે વિધિ વિધાનથી ઘરમાં કનકધારા સ્ત્રોત કરવો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભના યોગ સર્જાય છે.
શુક્રવારે આસોપાલવના ઝાડના મૂળનો ટુકડો ઘરે લાવી તેની પૂજા કરી તિજોરીમાં રાખી દો. તેનાથી ધનની આવક વધે છે.