PHOTOS

ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ભૂલથી પણ આ 5 ફળ ન ખાવા જોઈએ, 300થી વધી શકે છે સુગર લેવલ

Bad Food for Diabetes: ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમારે બધા ફળો ટાળવા જોઈએ. સંતુલિત આહારના ભાગ રૂપે યોગ્ય ફળ પસંદ કરીને તમે ફળોનો આનંદ માણી શકો છો. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે કયા ફળો તમારા માટે ફાયદાકારક છે અને તેને કેટલી માત્રામાં ખાવા જોઈએ.

Advertisement
1/8
Bad Food for Diabetes
Bad Food for Diabetes

ઉનાળામાં ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો થોડી સાવધાની રાખવી જોઈએ. દરેક ફળ તમારા માટે સ્વાસ્થ્યપ્રદ નથી. કેટલાક ફળોમાં નેચરલ સુગર (ફ્રુક્ટોઝ)ની માત્રામાં વધારે હોય છે, જે બ્લડ સુગરનું લેવલને ઝડપથી વધારી શકે છે. આવી સ્થિતિમાં ઉનાળામાં બેદરકારી રાખવાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે.

2/8

નિષ્ણાતો અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ એવા ફળોનું સેવન કરવાથી બચવું જોઈએ. જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) વધારે હોય, કારણ કે આવા ફળો સુગરને ઝડપથી વધારે છે. ઉનાળામાં કેટલાક ફળો ખાધા પછી બ્લડ સુગર લેવલ 300થી વધુ પહોંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી હૃદય, કિડની અને આંખો પર ખરાબ અસર પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ફળોની પસંદગી ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. ચાલો જાણીએ તે 5 ફળો જેને ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ખાવાનું ટાળવું જોઈએ.

Banner Image
3/8
1. તરબૂચ
1. તરબૂચ

ઉનાળામાં તરબૂચ ખૂબ ખાવામાં આવે છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં નેચરલ સુગર અને પાણીની માત્રા વધારે હોય છે, જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધે છે. તરબૂચનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 72 હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું નથી.

4/8
2. અનાનસ (પાઈનેપલ)
2. અનાનસ (પાઈનેપલ)

અનાનસમાં પણ નેચરલ સુગરની માત્રામાં વધારે હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 66 હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત નથી. અનાનસ ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી શકે છે, જેનાથી શરીરમાં ઈન્સ્યુલિનની અસર ઓછી થઈ શકે છે.

5/8
3. દ્રાક્ષ
3. દ્રાક્ષ

દ્રાક્ષ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે, જે સુગરને ઝડપથી વધારે છે. દ્રાક્ષનું જીઆઈ લેવલ 59 હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલમાં કરવું મુશ્કેલ બનાવે છે.

6/8
4. ચેરી
4. ચેરી

ઉનાળામાં ચેરી ખૂબ ખાવામાં આવે છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. ચેરીમાં નેચરલ સુગર ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધે છે. તેનું GI સ્તર પણ મધ્યમ શ્રેણીમાં આવે છે, જે ખાંડને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનાવે છે.

7/8
5. કેળા
5. કેળા

કેળા એક ઉર્જા આપતું ફળ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમાં હાજર સ્ટાર્ચ અને નેચરલ સુગર બ્લડ સુગરને ઝડપથી વધારે છે. કેળા ખાધા પછી સુગર લેવલ 300 સુધી પહોંચી શકે છે. તેનું જીઆઈ લેવલ 60થી વધારે હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત નથી.

8/8

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.





Read More