PHOTOS

ડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યું

મમતા કુલકર્ણીએ તેની ગ્લેમરસ સ્ટાઈલ અને  ફિલ્મોને કારણે બોલીવુડમાં રાતોરાત ખ્યાતિ મેળવી લીધી. પરંતુ બાદમાં તે ફિલ્મોના કારણે ઓછી અને વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહેવા લાગી. ડ્રગ્સના કેસમાં તેનું નામ એ સ્તરે આવ્યું કે તેને દેશ છોડીને ભાગી જવું પડ્યું. હવે 25 વર્ષ બાદ જ્યારે મમતા કુલકર્ણી દેશ પરત ફરી છે ત્યારે તેના ફેન્સ તેના વિશે જાણવા આતુર બન્યા છે. આખરે તેનું નામ સ્મગલર વિકી ગોસ્વામી સાથે કેવી રીતે જોડાયું? શું તે પરિણીત છે અને હવે તેના સંબંધની સ્થિતિ શું છે? ચાલો તમને બધું જણાવીએ.
 

Advertisement
1/6
કેમ ભારત આવી છે મમતા કુલકર્ણી
કેમ ભારત આવી છે મમતા કુલકર્ણી

દેશ પરત ફરવા વિશે ખુદ મમતા કુલકર્ણીએ જણાવ્યું. તેણે વીડિયો શેર કરીને કહ્યું કે તે 25 વર્ષ બાદ પોતાના દેશ પરત ફરી છે તેથી તે ભાવુક થઈ રહી છે. હવે ભારત આવીને મમતાએ સ્પષ્ટ કર્યું કે શું તે ફિલ્મો માટે આવી છે. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં મમતાએ કહ્યું કે તે ફિલ્મો માટે નહીં પરંતુ કુંભ મેળા માટે આવી છે.

2/6
શું મમતા કુલકર્ણી પરિણીત છે?
શું મમતા કુલકર્ણી પરિણીત છે?

25 વર્ષ બાદ ભારત આવ્યા બાદ મમતા કુલકર્ણી ખૂબ જ ઉત્સાહિત છે. તેણે એક ઈન્ટરવ્યુમાં વિકી ગોસ્વામી સાથેના તેના સંબંધો પણ સ્પષ્ટ કર્યા હતા. તેણે કહ્યું છે કે તેણે લગ્ન કર્યા નથી. તે સિંગલ છે. વિકી ગોસ્વામી તેનો પતિ નથી.

Banner Image
3/6
ડ્રગ્સ ડીલર સાથે હવે શું સંબંધ છે?
ડ્રગ્સ ડીલર સાથે હવે શું સંબંધ છે?

CNN-News18ને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન અને પતિ વિશે વાત કરતા મમતા કુલકર્ણીએ કહ્યું, 'મેં વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા ન હતા. તે મારા પતિ નથી. હું સિંગલ છું. મેં કોઈની સાથે લગ્ન કર્યા નથી. વિકી અને મારો સંબંધ હતો પરંતુ ચાર વર્ષ પહેલા મેં તેને બ્લોક કરી દીધો હતો.

4/6
સિંગલ છે મમતા કુલકર્ણી
સિંગલ છે મમતા કુલકર્ણી

ઈન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ વિક્કી ગોસ્વાનીની પ્રશંસા કરી. તેની સાથે લિંકઅપને લઈને તેણે કહ્યું- વિક્કી ભલો માણસ છે. તેનું હ્રદય પણ નેક છે. જે લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તે તેને જરૂર મળે છે. હું પણ તે માટે તેને મળી હતી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો છેલ્લો વ્યક્તિ હતો જે તેને મળ્યો હતો. જ્યારે મને તેની સત્યતા વિશે ખબર પડી ત્યારે મેં તેને છોડી દીધો. ત્યારબાદ તેને દુબઈની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. મેં તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. તે 2012માં જેલમાંથી છૂટ્યો હતો અને હું તેને 2016માં મળ્યો હતો. જે બાદ તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. એ મારો ભૂતકાળ હતો. હું તેની સાથે નથી.''

5/6
કયાં રહેતો હતો વિક્કી ગોસ્વામી
કયાં રહેતો હતો વિક્કી ગોસ્વામી

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં વિકી ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું. દુબઈમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે મમતા કુલકર્ણી નિયમિતપણે દુબઈમાં તેને મળવા જેલમાં જતી હતી. બંનેના લગ્ન પણ થઈ ગયા હતા. વિકી એક સમયે અમદાવાદ સાથે સંકળાયેલો હતો. તેનું ઘર પણ અહીં જ હતું.

6/6
શું મમતા કુલકર્ણીએ ધર્મ બદલ્યો
શું મમતા કુલકર્ણીએ ધર્મ બદલ્યો

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2023માં વિક્કી ગોસ્વામીને સારા વર્તનને કારણે છોડી દેવામાં આવ્યો હતો. તેણે જેલમાં ઈસ્લામ કબૂલ કરી લીધો હતો. તેણે કુરાનની આયત પણ શીખી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મમતા સાથે વિક્કીએ મુસ્લિમ રીતિ-રિવાજથી નિકાહ કર્યા હતા. પરંતુ હવે અભિનેત્રીએ સ્પષ્ટ કહી દીધું કે તેણે લગ્ન કર્યા નથી. એટલે કે ન લગ્ન થયા છે ન ધર્મ પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી ચાલી રહેલી અફવાઓ પર મમતાએ વિરામ લગાવી દીધો છે.





Read More