Heavy Rain Alert In Gujarat : સવારના 6થી અત્યાર સુધીમાં ગુજરાતના 43 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,,, વલસાડના કપરડામાં 6 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર... 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી....
આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તેમજ 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.