Monsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ શાક ચોમાસા દરમિયાન ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
ચોમાસામાં જમીનમાં ભેજ વધી જાય છે જેના કારણે ફ્લાવરમાં ગ્લુકોસાયનોલેટ્સ કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે જેના કારણે એલર્જી થઈ શકે છે તેથી ચોમાસામાં ફ્લાવર ખાવું નહીં.
કેપ્સીકમ કે શિમલા મિર્ચ વિટામીન મિનરલ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. પરંતુ ચોમાસા દરમિયાન કેપ્સીકમમાં પણ ગ્લુકોસાયનોલેટ્સ કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે. ચોમાસા દરમિયાન તે ખરાબ પણ ઝડપથી થઈ જાય છે. આવું કેપ્સીકમ ખાવાથી શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે
વરસાદી વાતાવરણમાં રીંગણા ખાવાથી પણ નુકસાન થાય છે. ચોમાસામાં રીંગણામાં જીવાત પડી જાય છે અને એવા કમ્પાઉન્ડ પણ ઉત્પન્ન થાય છે જે એલર્જી ખંજવાળ અને સ્કીનની અન્ય સમસ્યા વધારી શકે છે.
જો તમે મશરૂમ ખાવ છો તો ચોમાસા દરમિયાન મશરૂમનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. ચોમાસાના ભેજવાળા વાતાવરણના કારણે મશરૂમમાં બેક્ટેરિયા થઈ જાય છે જેને પચાવવામાં સમસ્યા થાય છે અને તે ઈમ્યુનિટી પણ ડેમેજ કરે છે
આમ તો લીલા પાનવાળા શાકભાજી ખાવા ફાયદાકારક છે પરંતુ ચોમાસા દરમિયાન આ પ્રકારની ભાજીમાં બેક્ટેરિયા અને ફંગલ વધી જવાનું જોખમ હોય છે. વળી તેનું પાચન પણ સરળતાથી થતું નથી જેના કારણે પેટની બીમારી થઈ શકે છે.