Jamun Health Benefits: ઉનાળામાં મળતા રાવણા જેને કાળા જાંબુ પણ કહેવામાં આવે છે તે શરીર માટે સુપરફુડ છે. આ ફળ માથાથી પગ સુધીની અનેક સમસ્યા દુર કરે છે પરંતુ મોટાભાગના લોકો તેને ખાવાની સાચી રીત જાણતા નથી. 99 ટકા લોકો રાવણા ખાતી વખતે કેટલીક ભુલ કરે છે જેના કારણે તેમને લાભ ને બદલે નુકસાન થાય છે.
સવારે ખાલી પેટ ક્યારેય રાવણા ખાવા નહીં. રાવણામાં રહેલું ટૈનિક એસિડ અને ઓક્સાલિક એસિડ પેટમાં ગેસ, એસિડિટી અને બળતરા કરે છે.
99 ટકા લોકો રાવણાને ધોયા પછી તેમાં મીઠું લગાડીને રાખે છે અને પછી મીઠાવાળા રાવણા ખાય છે. રાવણામાં મીઠું ઉમેરવું નહીં.
જાંબુ સાથે દૂધ કે અન્ય ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવો નહીં તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
જો તમે એવી કોઈ વસ્તુ ખાધી કે પીધી હોય જેમાં હળદરનો ઉપયોગ થયો હોય તો તેના ઉપર જાંબુ ખાવું નહીં. તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે.
અથાણું ખાધા પછી કે તેની પહેલા જાંબુ ખાવા નહીં. આ બંને વસ્તુને એકસાથે ખાવાથી પેટમાં ગેસ બને છે અને અપચો થાય છે.