PHOTOS

અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!

Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે. પહેલા જ દિવસે જાહેરમાં પીચકારી મારનારાઓના વાહનો ટ્રેસ કરીને તેમના ઘરે મેમો મોકલવાની કામગીરી આદરી છે. ત્યારે પહેલા દિવસનું લિસ્ટ આવી ગયું છે. જેમને દંડ ફટકારાશે. જોઈ લો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી ને. 

Advertisement
1/7

ભાજપ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયું છે. પરંતુ આ અભિયાનમાં સૌથી મોટી અડચણ ગુજરાતના નાકે નાકે આવેલા પાનના ગલ્લા છે. ગુજરાતી પુરુષોમાં સૌથી મોટી કુટેવ પાન-માવા ખાવાની છે. જેઓ તેને જ્યાં ત્યાં ખાઈને થૂંકતા હોય છે. લંડનમાં પણ આ માટેના બોર્ડ લાગી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે એએમસીએ કમર કસી છે. 

2/7

AMC દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી ઓનલાઈન મેમો ફટકારવામાં આવ્યો છે, જેઓએ પાન-માવા ખાઈને રસ્તા પર જાહેરમાં પીચકારી મારી છે. આ તસવીરો એએમસી દ્વારા જાહેર કરવામાં આવી છે. જેઓને દંડ ફટકારવામાં આવ્યો છે.   

Banner Image
3/7
વાહનોમાંથી થુંકતા લોકો હવે ચેતી જજો...
વાહનોમાંથી થુંકતા લોકો હવે ચેતી જજો...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થુંક્યાં તો ઘરે મેમો આવી જશે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો? તો અમે તમને જણાવી દઈએ કે તેના માટે કોઈ અલગથી પોલીસ ફાળવવામાં આવશે નહીં. શહેરના સીસીટીવી કેમેરા વડે કંટ્રોલરૂમમાંથી નજર રાખવામાં આવશે અને ગાડીમાંથી થુંકતા લોકોના ઘરે મેમો આપવામાં આવશે. ફરી એકવાર આ ઝુંબેશ હાથ ધરાશે.  

4/7
CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે
CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે

પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા 100નો દંડ વસુલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા 100નો દંડ વસૂલવામાં આવશે.

5/7

અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે. અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.

6/7
7/7




Read More