PHOTOS

Mobile Wallpaper: ભૂલથી પણ મોબાઈલમાં આવા વોલપેપર ન લગાવો, દુર્ભાગ્ય વળગી જશે, ધન, શાંતિનો અભાવ હંમેશા રહેશે


Mobile Wallpaper: વાસ્તુ શાસ્ત્રમાં એ દરેક વસ્તુ સંબંધિત શુભ અશુભ અસરો વિશે જણાવવામાં આવ્યું છે જે આપણે રોજ ઉપયોગમાં લેતા હોય. વાસ્તુ અનુસાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શુભ ઉર્જા જાળવી રાખવી હોય તો 24 કલાક આપણી પાસે રહેતા મોબાઈલમાં કેટલાક ફોટો વોલપેપર તરીકે રાખવા નહીં. જો તમે મોબાઈલ પર ખોટા વોલપેપર રાખો છો તો તે જીવનમાં અનેક સમસ્યાને આમંત્રણ આપે છે.

Advertisement
1/5
ધાર્મિક સ્થળ
ધાર્મિક સ્થળ

મોબાઈલને લોકો ટોયલેટમાં પણ લઈ જાય છે અને દરેક સ્થિતિમાં સાથે રાખે છે. તેવામાં વોલપેપર તરીકે ક્યારેય ધાર્મિક સ્થળ કે મંદિરનો ફોટો રાખવો નહીં. તેનાથી ધાર્મિક સ્થળોનું અપમાન થાય છે. 

2/5
દુ:ખ વ્યક્ત કરતા ફોટો
દુ:ખ વ્યક્ત કરતા ફોટો

મોબાઈલમાં લોકો અલગ અલગ ઈમોશનવાળા ફોટો લગાવતા હોય છે. મોબાઈલમાં ક્યારેય દુ:ખ, ક્રોધ, ઈર્ષા કે લોભ વ્યક્ત કરતા ફોટો પણ વોલપેપર તરીકે ન રાખો. તેનાથી નકારાત્મકતા વધવા લાગે છે.   

Banner Image
3/5
દેવી-દેવતાઓના ફોટો
દેવી-દેવતાઓના ફોટો

મોબાઈલના વોલપેપર પર દેવી, દેવતાઓના ફોટો પણ રાખવા નહીં. મોબાઈલ પડી પણ જતો હોય, ગંદા હાથથી તેને પકડવાનું પણ થાય છે. તેવામાં દેવી દેવતાના ફોટો રાખવા અયોગ્ય છે.

4/5
ડાર્ક કલર
ડાર્ક કલર

ડાર્ક કલર જેમકે કાળો, બ્લુ, જાંબલી, ભુરો રંગ હોય તેવા વિચિત્ર વોલપેપર પણ ફોનમાં ન રાખો. તેનાથી જીવનમાં સક્સેસ અટકી જાય છે. નોકરી અને વેપારમાં પ્રગતિ અટકી જાય છે.

5/5




Read More