PHOTOS

Vastu Tips: ઘરમાં બરકત વધારવાના રામબાણ ઉપાયો, આ કામ કરનારના ઘરમાં ધનની તંગી ક્યારેય ન સર્જાય

Vastu Tips: જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો જણાવેલા છે. માન્યતા છે કે ઘરમાં નાના-નાના ઉપાયો કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા ઘર પર થાય તે માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા આ ઉપાયો કરી શકાય છે. આ ઉપાય કરવાથી અનેક પ્રકારની સમસ્યાથી છુટકારો મળે છે. 

Advertisement
1/6
મીઠાના ઉપાય 
મીઠાના ઉપાય 

કાચની વાટકીમાં મીઠું ભરી તેમાં પાંચથી છ લવિંગ રાખી દો. આ વાટકીને ઘરના કોઈ ખૂણામાં રાખી દો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને બરકત આવવા લાગે છે.   

2/6
આર્થિક તંગી દૂર થશે
આર્થિક તંગી દૂર થશે

કાચના વાટકામાં મીઠું રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે. ઘરના બાથરૂમમાં જો વાસ્તુદોષ હોય તો કાચની વાટકીમાં મીઠું ભરીને બાથરૂમમાં એવી જગ્યાએ રાખી દો જ્યાં કોઈનો હાથ ન પહોંચે. દર થોડા દિવસે આ નમક બદલી લેવું.   

Banner Image
3/6
કપૂરના ઉપાય 
કપૂરના ઉપાય 

ઘરમાં રોજ પૂજા દરમિયાન કપૂર સળગાવવું. કપૂર કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાંજના સમયે કપૂરને સરસવના તેલમાં બોળીને લવિંગ સાથે સળગાવો. ઘરના દોષ દુર થશે અને ધનની આવક વધશે.  

4/6
પક્ષીને ચણ નાખો 
પક્ષીને ચણ નાખો 

પક્ષીઓને રોજ ચણ નાખવી જોઈએ. માન્યતા છે કે પક્ષીઓને ભોજન કરાવવાથી કરિયરમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આવક વધવાનો રસ્તો સાફ થાય છે. સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.   

5/6
માતા લક્ષ્મીના પ્રસન્નનો અચૂક ઉપાય 
માતા લક્ષ્મીના પ્રસન્નનો અચૂક ઉપાય 

માતા લક્ષ્મીના પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ. શુક્રવારે રાત્રે લક્ષ્મીજીની પૂજા કરી ખીરનો ભોગ ધરાવો. દર શુક્રવારે આ કામ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવા ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે.  

6/6




Read More