PHOTOS

Health Tips: ભૂલથી પણ આ ફળોની છોતરા ન કાઢતાં, નહીંતર...તમારા સ્વાસ્થ્યના નિકળી જશે 'છોતરાં'

Fruits Without Peel: ફળો એ સ્વાસ્થ્ય માટે અતિ અગત્યના છે. ફળ ખાવાથી લોકોને બહુ મોટો ફાયદો થાય છે.  ફળો આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે માત્ર ફળ ખાવું પૂરતું નથી. હા, ફળોને યોગ્ય રીતે ખાવા ખૂબ જરૂરી છે. તમને ખબર નહીં હોય પણ ઘણા ફળો છાલ સાથે ખાવામાં આવે છે કારણ કે આમ ન કરવાથી, તેમના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોની છાલમાં પણ પોષક તત્વો હોય છે.

Advertisement
1/6
આ ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો
આ ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો

આમ તો આજકાલ ફળોમાં કેમિકલ નાખવામાં આવે છે, જેના કારણે લોકો ફળોની છાલ કાઢીને ખાય છે. પરંતુ અહીં અમે તમને જણાવીશું કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે શું હાનિકારક છે. આનું કારણ એ છે કે ફળોની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. પરંતુ કેટલાક ફળ એવા હોય છે જેની છાલ ઉતાર્યા પછી ન ખાવા જોઈએ.

2/6
પિઅર (Pear)
પિઅર (Pear)

પિઅર એટલે નાશપતિનું... આ ફળનું સેવન હંમેશા છાલ સાથે કરવું જોઈએ.તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન મળી આવે છે. જો તમે પિઅરને છોલી સાથે ખાશો તો શરીરને ડાયેટરી ફાઈબર મળશે. એટલે જ પિઅર હંમેશા છાલ કર્યા વગર જ ખાવા જોઈએ.

Banner Image
3/6
કિવિ (Kiwi)
કિવિ (Kiwi)

કિવીનું સેવન છાલની સાથે જ કરવું જોઈએ. કારણ કે કીવીની છાલમાં ફાઈબર, ફોલેટ, વિટામીન E જેવા તત્વો મળી આવે છે. તેથી Kiwiનું સેવન છાલની સાથે જ કરવું જોઈએ.

4/6
જામફળ (Guava)-
જામફળ (Guava)-

જામફળનું સેવન છાલની સાથે કરી શકાય છે. જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, ફાઈબર્સ અને મિનરલ્સ મળી આવે છે. એટલા માટે જામફળની છાલ ઉતાર્યા પછી તેને ક્યારેય ન ખાવી જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે શરદી કે ઉધરસની સ્થિતિમાં તેને ન ખાવા જોઈએ.

5/6
ચીકુ (chiku)-
ચીકુ (chiku)-

છાલની સાથે ચિકુનું સેવન કરવામાં આવે છે. તેની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન મળી આવે છે. તેથી જ ચીકુનું સેવન છાલની સાથે કરી શકાય છે.

6/6
એપલ (Apple)-
એપલ (Apple)-

ઘણા લોકો તેની છાલ કાઢીને ખાય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે સફરજનની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર મળી આવે છે, તેથી સફરજનને ધોઈને સીધું ખાવું જોઈએ, તેની છાલ ન કાઢવી જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24kalak  તેની પુષ્ટિ કરતું નથી.)





Read More