Nuclear Triad: પાકિસ્તાનના નેતાઓ કહો કે પછી જનતા છાશવારે પરમાણુ હુમલાની ધમકી આપતા ખચકાતા નથી. પરંતુ શું તેમને ખબર નથી કે ભારત ન્યૂક્લિયર ટ્રાયડ ધરાવે છે. દુનિયાના ગણ્યા ગાંઠ્યા દેશો પાસે આ ન્યૂક્લિયર ટ્રાયડ છે. જેમાંનું એક ભારત છે જે તેને ખુબ શક્તિશાળી બનાવે છે. ન્યૂક્લિયર ટ્રાયડ માટે ICBM મિસાઈલ, SLBM મિસાઈલ અને પરમાણુ બોમ્બ લઈ જતા બમવર્ષક વિમાનની જરૂર પડે છે.
પાકિસ્તાન ગર્વથી કહે છે કે તેની પાસે ઈસ્લામી પરમાણુ બોમ્બ છે કારણ કે તે આ દુનિયાનો એકમાત્ર મુસ્લિમ દેશ છે જેની પાસે પરમાણુ બોમ્બ છે. પહેલગામ હુમલા બાદ પરમાણુ બોમ્બની પોકળ ધમકી આપી રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે પરમાણુ શક્તિની રીતે પણ ભારત પાકિસ્તાન કરતા વધુ શક્તિશાળી છે. જેનું કારણ છે ન્યૂક્લિયર ટ્રાયડ.
ન્યૂક્લિયર ટ્રાયડ એવું સૈન્ય માળખુ છે જેનાથી કોઈ દેશને હવા, જમીન અને પાણીથી પરમાણુ હુમલો કરવાની તાકાત મળે છે. આ માટે જમીનથી માર કરનારી ICBM મિસાઈલ, સબમરીનથી માર કરતી SLBM મિસાઈલ, પરમાણુ બોમ્બ લઈને જવા માટે બોમ્બવર્ષક વિમાનની જરૂર પડે છે.
ન્યૂક્લિયર ટ્રાયડ કોઈ દેશને વધુ સુરક્ષિત બનાવે છે. તે પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતા આપે છે. ન્યૂક્લિયર ટ્રાયડ એટલા માટે બનાવે છે જેથી કરીને દુશ્મન પહેલા પરમાણુ હુમલો કરીને કોઈ દેશની પરમાણુ તાકાતને ખતમ ન કરી શકે. તેને સેકન્ડ સ્ટ્રાઈક પાવર કહે છે.
અમેરિકા, રશિયા, ભારત અને ચીન. આ ચાર દેશો પાસે ન્યૂક્લિયર ટ્રાયડ છે.
એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ પાસે પણ ન્યૂક્લિયર ટ્રાયડ છે. તેની જો કે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
અમેરિકાએ પરમાણુ ત્રિકોણની શરૂઆત 1960ના દાયકામાં કરી હતી. જેથી કરીને સોવિયેત સંઘને રોકી શકાય.
પાકિસ્તાન પાસે ન્યૂક્લિયર ટ્રાયડ નથી.કરાણ કે તેમની પાસે સબમરીનથી માર કરનારી SLBM મિસાઈલ નથી.
આ એક જટિલ અને મોંઘી સિસ્ટમ છે. મોટા ભાગના દેશો પાસે એટલા પૈસા નથી કે તે બનાવી શકે. (તમામ તસવીરો એઆઈની મદદથી બનાવવામાં આવી છે)