PHOTOS

મહાપ્રલય બાદ પણ ભારતનું આ શહેર તબાહીમાંથી બચી જશે, કારણ પણ એવું કે જાણીને વિશ્વાસ કરવા મજબૂર થશો


પ્રલય વિશે ભવિષ્યવાણીઓ થતી હોય છે. અંદાજો લગાવવામાં આવે છે. ચર્ચાઓ થાય છે. વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ વગેરે અનેક ધર્મ શાસ્ત્રોમાં પણ પ્રલય અને ધરતીના ખાત્મા અંગે ભવિષ્યવાણી કરેલી છે. 

Advertisement
1/6

પ્રલય ક્યારે આવશે તે અંગે અનેક ધર્મ ગ્રંથોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ સાથે જ દુનિયાના અનેક જાણીતા ભવિષ્યવક્તાઓ જેમ કે  બાબા વેંગા, નાસ્ત્રેદમસે પણ પ્રલય અને મહાયુદ્ધ અંગે ભવિષ્યવાણી કરી છે. પરંતુ શું તમે જાણો છો કે ધરતીની એવી કઈ જગ્યા છે જે પ્રલય બાદ પણ સુરક્ષિત રહેશે. 

2/6
પ્રલય ક્યારે આવશે?
પ્રલય ક્યારે આવશે?

પ્રલય ક્યારે આવશે તેની તારીખ કે સમય અંગે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. આ સાથે જ પ્રલયમાં કેવી રીતે બધુ તબાહ થશે, તે અંગે પણ અલગ અલગ મત છે. 

Banner Image
3/6
પ્રલય બાદ શું બચશે?
પ્રલય બાદ શું બચશે?

તેના ઉપર પણ ચર્ચા થાય છે કે શું પ્રલયમાં બધુ ખતમ થઈ જશે કે પછી કઈ બચશે. તેના વિશે હિન્દુ ધર્મમાં અલગ માન્યતા છે. શિવ પુરાણ સહિત અનેક શાસ્ત્રોમાં આ અંગે ઉલ્લેખ છે. તે મુજબ પ્રલયમાં પણ ભગવાન શિવની નગરી કાશી સુરક્ષિત રહેશે. 

4/6
કાશી વિશ્વનાથ
કાશી વિશ્વનાથ

કાશીને ભગવાન શિવની નગરી કહેવામાં આવે છે. અહીં ભગવાન શિન કાશી વિશ્વનાથ તરીકે બિરાજમાન છે. કાશી વિશ્વનાથ મંદિરનું દ્વાદશ જ્યોતિર્લિંગમાં નવમું સ્થાન છે. કાશીમાં મૃત્યુથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 

5/6
ભગવાન શિવના ત્રિશુળ પર ટકેલી છે કાશી
ભગવાન શિવના ત્રિશુળ પર ટકેલી છે કાશી

કાશી વિશે એવી માન્યતા છે કે કાશી નગરી શિવજીના ત્રિશુળ પર ટકેલી છે અને જે જગ્યાએ જ્યોતિર્લિંગ સ્થાપિત છે તે જગ્યા ક્યારેય લોપ થતી નથી. આ કારણ છે કે પ્રલય બાદ પણ તે સુરક્ષિત રહેશે. કાશીને અવિનાશી કહેવામાં આવે છે. 

6/6
2 ભાગમાં છે કાશી વિશ્વનાથ
2 ભાગમાં છે કાશી વિશ્વનાથ

પૌરાણિક માન્યતાઓ મુજબ શ્રીકાશી વિશ્વનાથ બે ભાગમાં છે. જમણી બાજુ માતા પાર્વતી શક્તિ સ્વરૂપમાં વિરાજમાન છે, તો બીજી બાજુ ભગવાન શિવ ડાબી બાજુ વિરાજમાન છે. એવું મનાય છે કે જ્યારે પ્રલય આવશે ત્યારે ભગવાન શિવ પોતાના ત્રિશૂળથી કાશીને ઉપર ઉઠાવી લેશે અને તેને પ્રલયના જળથી બચાવશે. કાશીના રહીશોનું માનવું છે કે ભગવાન શિવ સ્વયં આ નગરીની રક્ષા કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  





Read More