ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા... અનેક દાયકામાં આવું પહેલીવાર થયું જ્યારે રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર આયોજિત થયો... સુપરપાવર અમેરિકાના સુપરબોસ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર્જ લેતાં જ એક્શનમાં આવી ગયા... અને ધડાધડ 10 મોટા નિર્ણય કરી દીધા... ત્યારે બીજા કાર્યકાળના પહેલા દિવસે ટ્રમ્પે કઈ 10 મોટી જાહેરાત કરી?
અમેરિકન સરકારમાં ફક્ત બે જાતિઓ રહેશે
ગેરકાયદેસર શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે
મેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાદવામાં આવશે
પનામા કેનાલ પાછી લેવામાં આવશે
અન્ય દેશો પર મસમોટો ટેક્સ નાંખવામાં આવશે
અમેરિકામં ઈલેક્ટ્રિક વાહનોની મજબૂરીનો અંત આવશે
કોવિડમાં નોકરી ગુમાવનારને નોકરી આપવામાં આવશે
સરકારી સેન્સરશિપને સમાપ્ત કરવામાં આવશે
મંગળ ગ્રહ પર અવકાશયાત્રી મોકલવામાં આવશે
વિદેશી વિરોધી એક્ટ 1798ને લાગુ કરવામાં આવશે