Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને કોઈ પાસેથી ફ્રીમાં લેવામાં આવે તો તમારા જીવનમાં સમસ્યાઓ અને ગરીબીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી અને નકારાત્મકતા વધે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. તેથી કોઈ પાસેથી ફ્રીમાં મીઠું લેવું નહીં. આમ કરનાર વ્યક્તિના માથે કરજ વધે છે.
ઘણા લોકો ગિફ્ટમાં પર્સ આપતા હોય છે. પર્સ કોઈને આપવું અને કોઈ પાસેથી ફ્રીમાં લેવું બંને ખરાબ છે. પર્સ આર્થિક સંકટ વધારે છે.
વાસ્તુ અનુસાર ક્યારેય કોઈ વ્યક્તિના રુમાલનો ઉપયોગ પણ કરવો નહીં. જો તમે બીજાનો રુમાલ લો છે કે વાપરો છો તો તેનાથી ઘરમાં લડાઈ વધે છે.
કોઈના યુઝ કરેલી ઘડિયાળ ભુલથી પણ લઈ અને વાપરવી નહીં. આમ કરવાથી જીવનમાં ખરાબ અસર થાય છે. કોઈને ઘડિયાળ થોડા સમય માટે પણ પહેરવી નહીં.