Auspicious Dreams: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સુવા સમયે આવનાર સપના આપણા ભવિષ્યમાં થનારી શુભ અશુભ ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેવામાં આજે અમે તમને સુતા સમયે જોવા મળતા સપના વિશે જણાવી રહ્યાં છીએ, જે દેખાવા શુભ માનવામાં આવે છે. જો તમને પણ આવા સપના જોવા મળે છે તો સમજો કે જલદી તમારો ભાગ્યોદય થવાનો છે.
જો તમને સપનામાં કોઈ યુવતી કે મહિલા જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમને એશ્વર્યની પ્રાપ્તિ થશે. સાથે તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે.
જો તમને સપનામાં સફેદ હાથી જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમે ખુબ ભાગ્યશાળી છો. સાથે તમને જલદી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે.
જો તમે સપનામાં ખુદને રૂપિયાની લેતી દેતી કરતા જોઈ રહ્યાં છો તો તેનો મતલબ છે કે લક્ષ્મીજી મહેરબાન થવાના છે અને તમને સંપત્તિ મળવાની છે.
જો તમને સપનામાં કમળનું ફુલ જોવા મળે છે તો તેનો મતલબ છે કે માં લક્ષ્મી પ્રસન્ન છે અને તમને ધન લાભ થઈ શકે છે.
જો તમે સપનામાં કોઈ ધાર્મિક સ્થળની પૂજા કરો છો તો તેનો મતલબ છે કે તમે નોકરી કે ધંધામાં પ્રગતિ કરવાના છો.
જો તમને સપનામાં સોનું, ચાંદી અને ધન જેવી વસ્તુ જોવા મળે છે તો તમારા ભવિષ્ય માટે શુભ સંકેત આપે છે. આ પ્રકારનું સપનું જોવા પર તમને જલદી જીવનસાથી મળી શકે છે.
જો તમે સપનામાં ખુદને નદી કે તળાવમાં તરતા જુઓ છો તો તેનો મતલબ છે કે તમારા જીવનમાં કોઈ માંગલિક કાર્ય થવાનું છે.
( disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)