ડાયાબિટીસ બીમારીમાં સુગર લેવલ ઝડપથી વધવા લાગે છે. દવા અને ડાયટની મદદથી સુગર લેવલને કંટ્રોલ કરવાનું હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર અજાણતા ડાયાબિીસના દર્દી એવી વસ્તુનું સેવન કરી લેતા હોય છે, જેના કારણે સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ આ ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન ન કરવું જોઈએ.
ખજૂરનું ગ્લાઇસેમિક ઈન્ડેક્સ હાઈ હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન કરવું ન જોઈએ. ખજૂરમાં નેચરલ સુગર પણ હાઈ માત્રામાં હોય છે.
અંજીરનું સેવન કરવાથી બ્લડ સુગર સ્પાઇક થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ અંજીરનું સેવન કરવાથી બચવું જોઈએ.
કિસમિસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાથી બચવું જોઈએ. કિસમિસનું સેવન કરવાથી સુગર લેવલ વધી શકે છે.
સૂકા જરદાળુમાં સુગરની માત્રા વધુ હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ સૂકા એપ્રિકોટ ખાવાથી બચવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.