PHOTOS

Dried Lemon Upay: ફેંકો નહીં, ખુબ ઉપયોગી છે સૂકા લીંબુ, જાણો તેના 5 ઉપયોગ

Dried Lemons Use Tips: ગરમીમાં (Summer) લીંબુનો ઉપયોગ વધી જા છે. જેથી ઘણા લોકો તેને જથ્થાબંધ લઈ લે છે. પરંતુ લાંબો સમય રહેવાને કારણે લીંબુ સૂકાઈ જાય છે અને અંતમાં તેને ફેંકી દેવામાં આવે છે. તેવામાં અમે તમને સૂકા લીંબુના (Sookhe Neembu Ke 5 Upyog)પાંચ ઉપયોગ જણાવી રહ્યાં છીએ, જે તમને ઉપયોગી થશે. 

Advertisement
1/8
સૂકા લીંબુના પાંચ ઉપયોગ
સૂકા લીંબુના પાંચ ઉપયોગ

Dried Lemons Use Tips In Summer: આપણે ઘરમાં અનેક રીતે લીંબુનો ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં તો લીંબુનો ઉપયોગ વધી જાય છે. પરંતુ ક્યારેક ઘરે વધુ લીંબુ લાવવામાં આવે તો થોડા દિવસ બાદ તે સૂકાવા લાગે છે. લોકો આ સૂકાયેલા લીંબુને ફેંકી દેતા હોય છે. પરંતુ તમે કેટલાક કામ માટે આ સૂકા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. 

 

 

2/8
કઈ રીતે કરશો સૂકા લીંબુનો ઉપયોગ
કઈ રીતે કરશો સૂકા લીંબુનો ઉપયોગ

How To Use Dried Lemons

નીચે આપેલી વસ્તુ માટે તમે સૂકા લીંબુનો ઉપયોગ કરી શકો છો.

- ખાવામાં ઉપયોગ

- ચોપિંગ બોર્ડ સાફ કરવામાં 

- ચિકણા વાસણ ધોવામાં

- ક્લીનિંગ માટે

- વોશિંગમાં

Banner Image
3/8
ખાવામાં સૂકા લીંબુનો ઉપયોગ
ખાવામાં સૂકા લીંબુનો ઉપયોગ

ખાવામાં સૂકા લીંબુનો ઉપયોગઃ સૂકા લીંબુ ખાટામીઠા હોય છે. તેને સૂપ, સ્ટૂ, કરી કે માછલી વગેરેમાં ઉપયોગ કરી શકાય છે. સૂકા લીંબુને કાપી પાણીમાં નાખી પી શકાય છે. સાથે હર્બલ ટી બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. 

4/8
ચોપિંગ બોર્ડ વગેરે સાફ કરવામાં
ચોપિંગ બોર્ડ વગેરે સાફ કરવામાં

ચોપિંગ બોર્ડ વગેરે સાફ કરવામાંઃ  કિચનમાં ઉપયોગ થનાર વસ્તુને સૂકા લીંબુથી સાફ કરી શકાય છે. તેમાં ગેસ બર્નર, ચોપિંગ બોર્ડ વગેરે સામેલ છે. સૂકા લીંબુ નેચરલ ક્લેંજરની જેમ હોય છે. તેમાં થોડું મીઠું નાખી દાગવાળી વસ્તુની સફાઈ થઈ શકે છે. 

 

 

5/8
ચિકણા વાસણ ધોવામાં
ચિકણા વાસણ ધોવામાં

ચિકણા વાસણ ધોવામાં: ઘણીવાર રસોડામાં કેટલાક વાસણ ચિકણા થઈ જાય છે. તેને સૂકા લીંબુથી સાફ કરી શકાય છે. તે કોઈ સાબુ અને કેમિકલ કરતા સારૂ કામ કરે છે. 

 

 

6/8
ક્લીનિંગ માટે
ક્લીનિંગ માટે

ક્લીનિંગ માટે: ઘરની સફાઈ, પોતા વગેરેમાં સૂકા લીંબુનો ઉપયોગ કરી શકે છે. તમે તેને સફાઈના પાણીમાં મિક્સ કરી દો તો તે ક્લીનિટ એજન્ટની જેમ કામ કરશે અને ઘરની ટાઇલ્સ સારી રીતે સાફ થઈ જશે. 

7/8
વોશિંગમાં
વોશિંગમાં

સૂકા લીંબુનો ઉપયોગ તમે વોશિંગમાં કરી શકો છો. તમે તેના રસને કાઢીને વોશિંગ મશીનમાં નાખી દો તો કપડામાં પડેલા ડાઘ સરળતાથી નિકળી જશે. 

 

8/8
(Disclaimer)
(Disclaimer)

(Disclaimer): ઉપર આપવામાં આવેલી જાણકારી સામાન્ય અનુભવ અને ઘરેલૂ નુસ્ખાના આધારે આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

 





Read More