Diabetes: ડાયાબિટીસ એવી બીમારી છે ઝડપથી પગ પેસારો કરે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે એક દેશી નુસખો અપનાવી શકાય છે. આજે તમને આ નુસખા વિશે જણાવીએ.
ભારતમાં ડાયાબિટીસ ઝડપથી ફેલાતી બીમારી છે. નાના બાળકો, વયસ્કો અને વૃદ્ધો આ બીમારીની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને આહાર હોય શકે છે.
ડાયાબિટીસમાં બ્લડ શુગર વધી જાય તો ગંભીર સમસ્યાનું જોખમ વધે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ પ્રેશરની સમસ્યા, સ્ટ્રોક વગેરે. તેથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું જરૂરી છે. ડાયાબિટીસ લાઈલાજ બીમારી છે તેથી તેને કંટ્રોલમાં રાખવી એકમાત્ર રસ્તો છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે એક દેશની નુસખો ટ્રાય કરી શકાય છે.
બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું હોય તો જમવાની 30 મિનિટ પહેલા એક ચમચી એપલ સાઈડર વિનેગર પી લેવું. તમે 1 ગ્લાસ પાણીમાં વિનેગર મિક્સ કરી પી શકો છો. આ નુસખો ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.
એપલ સાઈડર વિનેગરમાં એસિટિક એસિડ હોય છે જે પાચન ક્રિયાને ઠીક કરે છે. જેના કારણે શરીરમાં બનતો ગ્લુકોઝ ધીરેધીરે બ્લડમાં પહોંચે છે અને બ્લડ શુગર અચાનક નથી વધતું.
આ નુસખો ડાયાબિટીસના દર્દી માટે રામબાણ સાબિત થાય છે. જો કે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિનેગરને હંમેશા પાણીમાં મિક્સ કરીને પીવું. આ સિવાય એકવાર ડોક્ટર સાથે વાત કર્યા પછી આ નુસખો અજમાવવો.