Haldi and Ashwagandha Benefits: યુવક હોય કે યુવતી દરેકની ઈચ્છા હોય છે કે વધતી ઉંમરે પણ ત્વયા યુવાન હોય એવી સુંદર જ રહે અને શરીરની તંદુરસ્તી પણ સારી રહે. આ ઈચ્છા પુરી કરવા માટે તમે દૂધમાં હળદર અને અશ્વગંધા ઉમેરીને પી શકો છો. આ દેશી નુસખો સ્કિન અને હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઉંમર વધે એટલે શરીરમાં ઘણા પરિવર્તન થાય છે. ત્વચા ઢીલી પડતી જાય છે અને શરીર અંદરથી નબળું પડી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો 30 પછી દૂધમાં હળદર અને અશ્વગંધા ઉમેરીને પીવા લાગો. તેનાથી સ્કિન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.
હળદર ઔષધીય ગુણથી ભરપુર હોય છે. તેમાં રહેલું કરક્યૂમિન સક્રિય યૌગિક હોય છે જે શરીર અને ત્વચાના સોજા ઉતારવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન હેલ્ધી રહે છે.
અશ્વગંધા જે પ્રાચીન આયુર્વેદિક જડીબુટી છે તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરતા સ્ટ્રેસને દુર કરવામાં મદદ કરે છે. અશ્વગંધા શરીરમાં એનર્જી જાળવી રાખે છે અને સ્નાયૂની શક્તિ સુધારે છે.
આ દૂધ બનાવવા માટે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર અને અડધી ચમચી અશ્વગંધા પાવડર ઉમેરો. બંને વસ્તુ દૂધમાં સારી રીતે ભળી જાય પછી તેને પી શકો છો. આ દૂધમાં તમે હળદર પણ ઉમેરી શકો છો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવું.
નિયમિત આ દૂધ પીવાનું શરુ કરશો એટલે શરીર અને સ્કિન પર અસર દેખાવા લાગશે. શરીર સશક્ત થશે અને એનર્જી વધશે સાથે જ સ્કિન પણ ગ્લોઈંગ દેખાશે.