PHOTOS

Woman stuck in Sofa: દારૂના નશામાં ધૂત મહિલા ઊંઘા માથે પડી અને ફસાઈ ગઈ, પછી જે થયું....જુઓ Photos

Drunk Woman stuck in Sofa: દારૂના નશામાં અનેકવાર લોકો એવું કરી બેસે છે કે તેમણે જાહેરમાં શરમિંદગીનો અનુભવ કરવો પડે છે. આ સાથે સાથે મોટી સમસ્યામાં પણ મૂકાઈ જતા હોય છે. આવું જ કઈંક ઈંગ્લેન્ડમાં રહેતી 40 વર્ષની લિંડસે ક્લાર્ક સાથે બન્યું. જે સોફામાં ઊંઘી જઈને ફસાઈ ગઈ. બે લોકોએ તેના પગ પકડીને તેને બહાર કાઢી. તસવીરોમાં જુઓ મહિલાના હાલ હવાલ...

Advertisement
1/5
ડિનર માટે ગઈ હતી રેસ્ટોરન્ટમાં
ડિનર માટે ગઈ હતી રેસ્ટોરન્ટમાં

વાત જાણે એમ છે કે લિંડસે ક્લાર્ક તેના ફ્રેન્ડ્સ સાથે નોર્થ શિલ્ડ્સમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી. જ્યાં તેની સાથે આ વિચિત્ર અકસ્માત સર્જાયો. 

2/5
મિત્રના જન્મદિવસની ઉજવણી
મિત્રના જન્મદિવસની ઉજવણી

રેસ્ટોરન્ટમાં લિન્ડસે તેની બહેનપણી જૂલી જેક્સનનો જન્મદિવસ ઉજવી રહી હતી. આ ઉજવણી દરમિયાન તેણે ખુબ દારૂ પી લીધો. 

Banner Image
3/5
જેકેટના કારણે સોફા પાછળ નમી મહિલા
જેકેટના કારણે સોફા પાછળ નમી મહિલા

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ ડિનર પૂરું તયા બાદ જ્યારે જવાનો સમય આવ્યો તો લિંડસે ડગુમગુ હાલતમાં હતી. જે સોફા પર બધા બેઠા હતા તેના એક ખૂણે બીજી બહેનપણીનું એક જેકેટ લટકેલું હતું. જે પાછળ પડી ગયું. આ જેકેટને પાછળથી લેવા માટે જ્યારે તેણે હાથ સોફા પાછળ નાખ્યો તો પણ જેકેટ હાથમાં ન આવતા તે માથાના ભાગે છેક નીચે નમી ગઈ. 

4/5
નશાના કારણે થયા હાલ બેહાલ
નશાના કારણે થયા હાલ બેહાલ

વધુ પડતો નશો કર્યો હોવાના કારણએ લિંડસેએ પોતાનું સંતુલન ગુમાવી દીધુ અને ઊંધા માથે જમીન પર પડી. પરંતુ બંને પગ હવામાં લટકતા રહ્યા. તે સોફા અને દીવાલ વચ્ચેની તિરાડમાં ફસાઈ ગઈ. 

5/5
10 લાખ લોકોએ જોયો વીડિયો
10 લાખ લોકોએ જોયો વીડિયો

તેના ફ્રેન્ડ્સે આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને ફેસબુક પર શેર કર્યો. રેસ્ટોરન્ટે પણ આ વીડિયો ફેસબુક પર શેર કર્યો અને હવે આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. (તસવીરો સાભાર: Facebook@TwelveTwentyFive)





Read More