PHOTOS

ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલ નેટવર્ક માટે પહાડીઓ પર ભટકે છે, ત્યારે જઈને માંડ ઓનલાઈન અભ્યાસ થાય છે

પરાડા વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક (mobile network) ની સુવિધા ન હોવાથી આ વિસ્તારના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. નેટવર્કની શોધમાં બાળકોએ પોતાના ઘરથી દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે 

Advertisement
1/3
મોબાઇલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવો પડે છે
મોબાઇલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવો પડે છે

આ ગામોમાં નેટવર્કની સુવિધાઓ નથી. મોબાઇલ નેટવર્ક નહિ મળતું હોવાથી અનેક વખત લોકો ફોનથી પણ સંપર્કમાં કરી શકતા નથી. આથી બાળકોએ ઓનલાઇન શિક્ષણ માટે આ રીતે પોતાના ઘરથી દૂર જંગલ પહાડ પર ચઢી  ભટકી અને મોબાઇલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. આવા દ્રશ્યો કપરાડા તાલુકાના લગભગ તમામ ગામના જોવા મળે છે. મહત્વપૂર્ણ એ છે કે ઈમરજન્સીમાં તેઓ પોલીસ કે 108 ને ફોન કરવા પણ આવી જ રીતે જંગલ અને પહાડીઓ પર ભટકવું પડે છે. આથી આ વિસ્તારમાં લોકો અને બાળકો તેમની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સમક્ષ આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની  સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

2/3
સરકારની ડિજીટલ ઈન્ડિયાની વાતો પોકળ
સરકારની ડિજીટલ ઈન્ડિયાની વાતો પોકળ

મહત્વપૂર્ણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. જેમાં સરકારની અનેક સેવાઓ ઓનલાઇન થઈ ગઈ છે. જ્યાં ઘરે બેઠા લોકો સરકારની ઓનલાઇન સેવાનો લાભ લઇ શકે છે અને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા નથી. 

Banner Image
3/3
મોબાઈલ નેટવર્કની રાહ જોઈ વગડામાં બેસે છે વિદ્યાર્થીઓ
મોબાઈલ નેટવર્કની રાહ જોઈ વગડામાં બેસે છે વિદ્યાર્થીઓ

જોકે કપરાડા વિસ્તારના લોકોના કરમની કઠણાઈ એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત તો દૂર રહી. તેઓને એક ફોન કરવા પણ જંગલ જંગલ પહાડી પહાડી ભટકવું પડે છે. આ વિસ્તારના બાળકોને પણ અભ્યાસ માટે પોતાના ઘરથી દૂર જંગલ જંગલ ભટકી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે. આથી આ વિસ્તારના બાળકો અને સ્થાનિક લોકોની પીડા સમજી અને આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ની સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.





Read More