Early Signs of Kidney Failure: કિડની શરીરનું અત્યંત મહત્વનું અંગ છે. કિડની શરીરમાંથી ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની કામ કરવાનું બંધ કરી દે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. જો કે કિડની કામ કરવાનું બંધ કરી દે તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ધ્યાનમાં લેવામાં ન આવે તો કિડની ફેલ થઈ જતા વાર નથી લાગતી.
જ્યારે કિડની ખરાબ થવાની શરુઆત થાય છે તો હાથ, ચહેરા, પગ, પીંડી પર સોજા દેખાય છે. આવું એટલા માટે થાય છે કે કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ અને પાણી શરીરમાંથી કાઢવા માટે અસમર્થ હોય.
કિડની ફેલ થાય તે પહેલા શરીરની ત્વચા પર ગંભીર ખંજવાળ, ડ્રાયનેસ અને લાલ ચકામાં થવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે કિડની કામ ન કરતી હોય અને શરીરમાં વિષાક્ત પદાર્થ વધી રહ્યા હોય.
કિડની ખરાબ થવા પર પેશાબમાં ફેરફાર દેખાય છે. કિડની ડેમેજ થયાનું આ શરુઆતી લક્ષણ હોય છે. આ લક્ષણને ક્યારેય ઈગ્નોર કરવું નહીં.
કિડની ખરાબ થવા પર વ્યક્તિની ભુખ મરી જાય છે અને ઉલટીઓ થાય છે. તેના કારણે વજન અચાનક ઓછું થવા લાગે છે.
કેટલાક લોકોને કિડની ખરાબ થવા પર સ્નાયૂમાં સોજો, દુખાવો કે નબળાઈનો અનુભવ થાય છે. આવું એટલા માટે થાય છે કે કિડની ડેમેજ થવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ અસંતુલિત થઈ જાય છે.