ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સાગિંગ હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા બ્રિજ ભૂકંપના આંચકાને કારણે ધરાશાયી થયો હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને તાઈવાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
મ્યાનમારમાં શુક્રવારે આવેલા જોરદાર ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા એટલા જોરદાર હતા કે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 હતી.
ભૂકંપના સતત બે ઝટકાની તીવ્રતા એટલી હતી કે એક ઊંચી ઈમારત પડી ગઈ હતી. ભૂકંપને કારણે ભારે નુકસાનની આશંકા છે.
GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર માંડલે શહેરની નજીક 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું. મ્યાનમાર એ વિશ્વના સૌથી સિસ્મિકલી સક્રિય પ્રદેશોમાંનો એક છે.
ભૂકંપ એટલો વિનાશકારી હતો કે રસ્તાઓ ફાટી ગયા. તમે તસવીરમાં જોઈ રહ્યાં છો કે કઈ રીતે રસ્તા પર લોકો ઉભા છે.
મ્યાનમાર સિવાય બેંકકોકમાં પણ અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. કેટલીક નિર્માણાધીન ઈમારતો કાટમાળ બની ગઈ છે.
મ્યાનમારની એન્જસીઓનું કહેવું છે કે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં વધારે નુકસાનના અહેવાલ છે.