Roasted Chana: જો તમે ક્યારેક-ક્યારેક દાળિયા ખાતા હોય તો આ વાત જાણ્યા બાદ તમને તેને રોજ ખાવાનું શરુ કરી દેશો. દાળિયા એટલે કે શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાવામાં દાળિયા સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણ કે તે પ્રોટીન, ફાયબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર માત્રામાં હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. રોજ તમે 100 ગ્રામ ચણા ખાવાનું રાખો છો તો તેનાથી વજન ઓછું થવાની સાથે શરીરને અન્ય 5 ફાયદા પણ થાય છે.
દાળિયા ખાવાથી શરીરને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવાય છે. આ તમને વધુ પડતું ખાવાથી રોકી શકે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
દાળિયામાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફાઇબર બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દાળિયામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. ફાઈબર કબજિયાતને રોકવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
દાળિયામાં વિટામિન સી અને અન્ય એન્ટીઓકિસડન્ટો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)