Sugar Side Effects: દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ખોરાકના માધ્યમથી આપણા શરીરમાં ખાંડ જતી હોય છે. ફક્ત મીઠાઈ જ નહીં કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ ફૂડમાં પણ ખાંડનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધારે છે અને સાથે જ 4 બીમારીઓ થવાનું જોખમ વધારે છે.
વધારે ખાંડ શરીરમાં ઈંસુલિન રેજિસ્ટેંસ વધારે છે. તેનાથી બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો ધીરેધીરે ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે.
ખાંડવાળી વસ્તુઓ ખાવાથી હાર્ટ પ્રોબ્લેમનું રિસ્ક વધી જાય છે. ખાંડના કારણે શરીરનું બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ઘટે છે. આ સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત સમસ્યા વધી શકે છે.
વધારે પડતી ખાંડ ખાવાથી વજન વધે છે અને ધીરેધીરે સ્થૂળતા થઈ જાય છે. વજન વધી જવાથી શરીરના જોઈન્ટ્સ પર પ્રેશર પડવા લાગે છે. જે જોખમી છે.
જાણીને આંચકો લાગશે પરંતુ વધારે ખાંડ ખાવાથી મગજ પર પણ અસર પડે છે. તેનાથી બ્રેન સેલ્સ પર ખરાબ અસર થાય છે. લાંબા સમયે મેમરી લોસ અને ડિમેંશિયાની સમસ્યા થઈ શકે છે.