અમેરિકાના ZOO માં એક પિતાને હાથીના વાળામાં ઘૂસી સેલ્ફી લેવાનું ભારે પડ્યું છે. તે દરમિયાન શખ્સના ખોળામાં તેની બાળકી પણ હતી. હાથીએ પિતા અને બાળકી પર હુમલો કર્યો
અમેરિકાના સૈન ડિએગો શહેરના ZOO માં એક શખ્સ અને તેની પુત્રી પર હાથીએ હુમલો કર્યો હતો. જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં જોશ નવાર્રેટ હાથીના વાળામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન તેના ખોળામાં તેની બાળકી હતી.
ધ સનમાં છયાપેલા રિપોર્ટ અનુસાર, હાથીના હુમલામાં જોશ તો માંડમાંડ બચ્યો પરંતુ તેની દીકરી તેના ખોળામાંથી નીચે પડી ગઈ.
પોલીસના જણાવ્યા અનુસાર, જોશ નવાર્રેટ હાથી સાથે સેલ્ફી લેવા ઇચ્છ તો હતો. આ કારણે તે તેની દીકરીની સાથે વાળામાં ઘુસી ગયો હતો. પરંતુ હાથીએ તેના પર હુમલો કર્યો હતો.
વીડિયોમાં હાથી ઘણી વખત જોશ અને તેની પુત્રી તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. પરંતુ તે સમયે જોશ તેની પુત્રી સાથે હાથીના વાળામાંથી બહાર નીકળી જાય છે.
તમને જણાવી દઇએ કે, આ ઘટના બાદ પોલીસે જોશ નવાર્રેટની ધરપકડ કરી અને બાળકીના જીવનને જોખમમાં મુખવા માટે તેના પર 1 લાખ અમેરિકી ડોલરનો એટલે કે, લગભગ 72 લાખ 37 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.