Weight Loss Pills Launch in India: મોટાપાથી પરેશાન લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય દવા માન નિયંત્રણ સંગઠન (CDSCO)થી મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેટ લોસની દવા લોન્ચ થઈ ગઈ છે. આ દવાની મદદથી લોકો તેમનું વજન ઘટાડી શકશે. આ દવાને ભારતીય બજારમાં આવી ગઈ છે.
મોટાપા અને વજન વધવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. પરંતુ હવે તેમના માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ દવાની મદદથી લોકો તેમનું વજન ઘટાડી શકશે. આ દવાને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. હવે આ દવા ભારતીય બજારમાં સરળતાથી ઉપલબ્ધ થશે. આ દવાના નામથી લઈને તેની કિંમત અને તેને બનાવનારી કંપનીની વિશે જાણીએ.
અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની Eli Lillyએ CDSCOની મંજૂરી મળ્યા બાદ ભારતમાં વજન ઘટાડવાની દવા લોન્ચ કરી છે. આ દવાનું નામ Mounjaro (tirzepatide) રાખવામાં આવ્યું છે. એલી લિલી એન્ડ કંપનીના મોન્જારોની મદદથી ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં મદદ કરશે. કંપનીનો દાવો છે કે, આ દવા મોટાપા, વધારે વજન અને ટાઇપ 2 ડાયાબિટીસ માટે તૈયાર કરવામાં આવી છે.
ભારતમાં વજન ઘટાડવાની દવા મોન્જારોની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ દવાની 5 MG vialની કિંમત 4375 રૂપિયા અને 2.5 MGની કિંમત 3,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતમાં આ દવાની કિંમત ઓછી રાખવામાં આવી છે, જેથી વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે. વિશ્વભરમાં આ દવાની વધતી માંગ વચ્ચે કંપની ભારતમાં લોન્ચ કરવામાં આવેલી વજન ઘટાડવાની દવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને 10.1 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે લોકોમાં મોટાપાની વધતી સમસ્યા વચ્ચે લોકોને આશા છે કે, આ દવા ભારતમાં ગેમ ચેન્જર સાબિત થશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર મોન્જારોની દવા અઠવાડિયામાં એકવાર લેવી પડે છે. એટલે કે આ દવાની કિંમત 14000 થી 17000 રૂપિયા પ્રતિ માસની વચ્ચે હશે. જો કે, તે ડોક્ટર પર આધાર રાખે છે કે તે તમને કેટલી દવા લેવાનું સૂચવે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં આ દવાની કિંમત લગભગ 1000-1200 ડોલર છે. અમેરિકામાં આ દવા Zepboundના નામથી વેચવામાં આવે છે.
અમેરિકાની Eli Lillyએ વજન ઘટાડવા માટે આ દવા બનાવી છે. આ કંપની દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે. ઓક્ટોબર 2024 સુધીમાં કંપનીનું માર્કેટ વેલ્યૂએશન આશરે 842 અરબ ડોલર હતું. કંપનીનો અંદાજ છે કે, 2030 સુધીમાં આ દવાઓનું વેચાણ 150 અરબ ડોલર સુધી પહોંચી શકે છે. આ ફાર્મા કંપનીની શરૂઆત 1876માં એટલે કે લગભગ 149 વર્ષ પહેલા એલી લિલી નામના સેનાના સૈનિક દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો બિઝનેસ 18 દેશોમાં ફેલાયેલો છે. તમને જણાવી દઈએ કે, Lilly દુનિયાની પહેલી ફાર્મા કંપની છે, જેણે પોલિયોની રસી અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું હતું.
ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા પ્રકાશિત ક્લિનિકલ ટ્રાયલ મુજબ જે લોકો પણ આ મોન્જારો મેડીસીનને યોગ્ય આહાર અને કસરત સાથે લઈ રહ્યા હતા, તેઓએ 15 MG ડોઝ પર 72 અઠવાડિયામાં લગભગ 21.8 કિલો વજન ઘટાડ્યું. જ્યારે 5 MGના ડોઝ સાથે તેણે 15.4 કિલો વજન ઘટાડ્યું છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી કંપની દ્વારા કરવામાં આવેલા દાવાના આધારે લખવામાં આવી છે. ZEE 24 કલાક તેની સત્યતા, સચોટતા અને અસરકારકતાની જવાબદારી લેતું નથી. દવાનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોકટરોની સલાહ જરૂર લો.