Ambalal Pael And Paresh Goswami Forecast : બંગાળની ખાડીનો મિજાજ બદલાતા ગુજરાતમાં વરસાદનો મિજાજ પણ બદલાયો છે. ગુજરાતમાં અચાનક મોન્સુન બ્રેક આવી ગયું છે. આવામાં આખેઆખી આગાહી પલટાઈ ગઈ છે. તો હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ શું કહે છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે ચારથી છ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે કેટલાક જિલ્લઓને યેલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ રહ્યો. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા 52 ડેમ હાઇ એલર્ટ પર આવી ગયા છે. જ્યારે 23 એલર્ટ ઉપર અને 21ને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 82.15 ટકા અને અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 67.21 ટકા થવા પામ્યો છે. રાજ્યમાં સપ્તાહના પ્રારંભે મેઘરાજાએ ધમધમાટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી જોર ઘટતા અનેક વિસ્તારના રહીશોને એકંદરે રાહત થવા પામી છે. જો કે જળાશયોમાં પાણીની આવકમાં ભારે વધારો થતા 52 ડેમ હાઇ એલર્ટ પર, 23 એલર્ટ ઉપર અને 21ને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 82.15 ટકા અને અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 67.21 ટકા થવા પામ્યો છે. રાજ્યમાં 30 જળાશય સો ટકા, 66 જળાશય 70 ટકાથી 99 ટકા અને 37 જળાશય 50 ટકાથી 69 ટકા વચ્ચે ભરાયા છે. તાજેતરમાં મેઘરાજાના તોફાની રાઉન્ડના કારણે સીઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં 66.93 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 65.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.84 ટકા, કચ્છ ઝોનમાં 64.16 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં 55.09 ટકા વરસાદ થવા પામ્યો છે.