અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે. ઉનાળાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન. ઉનાળામાં મહતમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. હિટવેવના દિવસોમાં પણ વધારો થશે.
આ વખતે માર્ચ એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન આવતા રહેશે. 4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમા મહત્તમ તાપમાન 36 ડિ.ગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે. ઉત્તર-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢ ભાગોમાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને અન્ય દક્ષિણ-પૂર્વ ઉત્તરપ્રદેશમાં ચાઈક્લોનિક સર્કુલેશન સ્થિત છે, જે દક્ષિણ-પૂર્વ યુપીથી મધ્ય મહારાષ્ટ્રના મધ્ય ભાગોમાં નીચા દબાણનું કારણ બને છે. તેની અસરને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1 માર્ચે પણ ગાજવીજ અને વીજળી સાથે ભારેથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દિવસે ઉત્તરપ્રદેશ અને બિહારમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ છત્તીસગઢમાં કરા પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના આસપાસના ભાગોમાં ચક્રવાતી તોફાન સાથે નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી ઉછળતા ભેજના ઊંચા મોંજા વાદળો બનીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ વરસી રહ્યા છે.
આવી સ્થિતિમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ/હિમવર્ષા થશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ/હિમવર્ષા થવાની સંભાવના છે.
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/હિમવર્ષા થઈ શકે છે. પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. રાજસ્થાન, બિહાર, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાનમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં 7 માર્ચથી મહત્વ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41થી 42 ડિગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ નું મહ્ત્વમ તાપમાન 39 ડીગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે.
4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેથી મહત્તમ તાપમાન વધ-ઘટ રહેશે. 23 માર્ચથી ગરમી વધશે. આ વખતે માર્ચ માસથી રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શકયતાઓ રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી કેટલાક રાજ્યોમાં જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શકયતાઓ જોવા મળી રહી છે. રાજ્યમાં 10 મેથી આકરી ગરમી પડશે. 10 મે થી આંધી-વંટોળ વધે અને અરબ દેશ તરફથી આંધી આવી શકે છે.