withdrawals via UPI: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) મેના અંત સુધીમાં અથવા જૂન 2025ની શરૂઆતમાં મોટો ફેરફાર કરવા જ...
આ પગલાથી દેશભરના લાખો EPFO સભ્યોને પહેલા કરતા વધુ સારી સુવિધાઓ મળવાની આશા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્યું કે, કર્મચારીઓ તાત્કાલિક 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.
EPFO સભ્યો સીધા UPI પ્લેટફોર્મ પર ચેક પોતાનું PF બેલેન્સ પણ જોઈ શકશે અને કોઈપણ વિલંબ કર્યા વિના તેમના મનપસંદ બેન્ક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકશે. આનાથી કર્મચારીઓ માટે જરૂરિયાતના સમયે તેમના રૂપિયા મેળવવાનું સરળ બનશે.
PF ફંડ ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ કરવાની અને મંજૂરીની રાહ જોવી જરૂરી હોય છે, જેમાં ઘણા દિવસો અથવા તો અઠવાડિયા લાગી શકે છે. જો કે, UPI ઈન્ટીગ્રેશન સાથે ઉપાડ તાત્કાલિક અને કોઈપણ ઝંઝટ વગર થઈ જશે.
કર્મચારીઓ માત્ર જલ્દીથી ફંડ ઉપાડી શકશે નહીં, પરંતુ પોતાનું બાકી રકમ પણ તપાસી શકશે અને તરત જ વ્યવહારો કરી શકશે. આ ઉપરાંત EPFO તેના સભ્યો માટે PF બચત ઉપાડવાના કારણોને પણ વિસ્તૃત કરી રહ્યું છે. મેડિકલ ઈમરજન્સી સિવાય કર્મચારીઓ હવે આવાસ, શિક્ષણ અને લગ્ન માટે પૈસા ઉપાડી શકશે.
પેન્શનરોને પણ EPFOની ડિજિટલ પહેલથી ફાયદો થયો છે. ડિસેમ્બર 2024થી લગભગ 78 લાખ પેન્શનરો કોઈપણ પ્રતિબંધ વિના કોઈપણ બેન્ક શાખામાંથી તેમના ફંડનો ઉપયોગ કરી શકશે. અગાઉ ફક્ત ચોક્કસ બેન્ક શાખાઓમાંથી ઉપાડની મંજૂરી હતી.