PHOTOS

SPLENDOR+ BS6 નું નવું મોડલ, શાનદાર ફીચર્સ સાથે High Pick up

Hero કંપનીએ સદાબહાર ટૂ વ્હીલર બ્રાંડ SPLENDOR+ નું નવું મોડલ લોન્ચ કરી દીધું છે. નવા મોડલમાં શાનદાર ટેક્નોલોજીની સાથે આધુનિક ફીચર્સ આપ્યા છે. બાઇકના લુક પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સિલ્વર બ્લેક કલરમાં SPLENDOR+BS6 ખૂબ સુંદર લાગે છે. 

Advertisement
1/5
SPLENDOR+BS6 ના ફીચર્સ
SPLENDOR+BS6 ના ફીચર્સ

97.2 સીસી એન્જીન સાથે SPLENDOR+BS6 ને લોન્ચ કરવામાં આવી છે. ફ્રન્ટ અને રીયર બ્રેક ડ્રમ 130 mm ના છે. આ ઉપરાંત ટાયર ટ્યૂબલેસ આપવામાં આવ્યા છે જેથી મુસાફરીમાં પંચર પડે તો સમસ્યા ન થાય. 

2/5
નવા મોડલના 2 વર્જન
નવા મોડલના 2 વર્જન

SPLENDOR+BS6 ને કિક અને સેલ્ફ સ્ટાર્ટ બંને વર્જનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કિક સ્ટાર્ટવાળી SPLENDOR+BS6 નું વજન લગભગ 110 કિલો છે તો સેલ્ફ વાળીનું વજન લગભગ 112 કિલ્લો છે. 

Banner Image
3/5
નવી ટેક્નોલોજી પરંતુ કિંમત ઓછી
નવી ટેક્નોલોજી પરંતુ કિંમત ઓછી

SPLENDOR+BS6 ને બદલતા સમય સાથે સારી ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે પરંતુ કિંમતની વાત કરવામાં આવે તો ખૂબ વધુ નથી. KICK START DRUM BRAKE ALLOY WHEEL-FI ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 61,785 રૂપિયા છે જ્યારે SELF START DRUM BRAKE ALLOY WHEEL-FI ની કિંમત 64,085 રૂપિયા છે. 

4/5
ઓછા પેટ્રોલમાં વધુ સફર
ઓછા પેટ્રોલમાં વધુ સફર

SPLENDOR+BS6 ના નવા મોડલમાં 9.8 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે SPLENDOR+BS6 જૂની SPLENDOR ની માફક શાનદાર માઇલેજ આપશે જે ગ્રાહકો માટે મોંઘા પેટ્રોલ સમયમાં ખૂબ રાહતની વાત છે. 

5/5
આજેપણ પસંદ કરવામાં આવે છે SPLENDOR
આજેપણ પસંદ કરવામાં આવે છે SPLENDOR

ભારતની હીરો (Hero) અને જાપાનની હોંડા (Honda) કંપની મળીને SPLENDOR નું પ્રોડક્શન કરતી હતી. 2010 બાદમાં હીરો અને હોંડા કંપનીમાં ભાગલા પડી ગયા. ત્યારબાદ પણ SPLENDOR નો ક્રેજ ઓછો થયો નથી. પહેલાં માફક આજે પણ પોતાની રેંજની બાઇકમાં SPLENDOR ખૂબ પસંદ કરવામાં આવે છે. 





Read More