Buy Share: બ્રોકરેજ ફર્મ નોમુરા દ્વારા આ સિમેન્ટ કંપનીના શેરને 'ન્યુટ્રલ' થી 'બાય' રેટિંગમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ પછી, શુક્રવાર અને 28 માર્ચના રોજ ટ્રેડિંગ સત્રમાં શેરનો ભાવ 4 ટકા વધીને 31,215 રૂપિયા થયો છે, જે તેની 52 અઠવાડિયાની ઊંચી સપાટી છે.
Buy Share: ઘણી સિમેન્ટ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આ સિમેન્ટ કંપનીઓમાંની એક શ્રી સિમેન્ટ લિમિટેડ છે. આ કંપનીના શેર અંગે બ્રોકરેજ ફર્મ નોમુરાનો મૂડ બદલાઈ ગયો છે. આ ફેરફારને કારણે કંપનીના શેર ખરીદવાનો ધસારો થયો. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, આ સિમેન્ટ કંપનીના શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા.
બ્રોકરેજ ફર્મ નોમુરાએ શ્રી સિમેન્ટ(Shree Cement)ના સ્ટોકને 'ન્યૂટલ'થી 'બાય' રેટિંગમાં અપગ્રેડ કર્યો છે. ત્યારબાદ, શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં, શ્રી સિમેન્ટના શેરનો ભાવ 4 ટકા વધીને 31,215 રૂપિયા થયો હતો, જે 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
આ શેરનો અગાઉનો બંધ 30131.20 રૂપિયા હતો. આ હિસાબે એક જ દિવસમાં શેરમાં 1000 રૂપિયાથી વધુનો વધારો થયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શ્રી સિમેન્ટના શેરમાં લગભગ 5.34 ટકાનો વધારો થયો છે અને એક મહિના કરતાં વધુ સમયગાળામાં તે 12.67 ટકાથી વધુ વધ્યો છે.
બ્રોકરેજ દ્વારા સિમેન્ટ કંપની માટે તેનો લક્ષ્ય ભાવ 28000 રૂપિયાથી વધારીને 34000 રૂપિયા કરવામાં આવ્યો છે. નોમુરાએ પોતાની નોંધમાં જણાવ્યું હતું કે શ્રી સિમેન્ટના મુખ્ય બજારોમાં તાજેતરની રિકવરી અને ઉપયોગમાં વધારો કંપની માટે સકારાત્મક સંકેતો છે. નોમુરાએ નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે શ્રી સિમેન્ટ માટે તેના Ebitda અંદાજમાં 9 ટકા અને 15 ટકાનો વધારો કરીને અનુક્રમે 4900 કરોડ રૂપિયા અને 6500 કરોડ રૂપિયા કર્યા છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો નફો વાર્ષિક ધોરણે 69 ટકા ઘટીને 229 કરોડ રૂપિયા થયો છે. જોકે, વીજળી અને ઈંધણના ખર્ચમાં પાછલા વર્ષની સરખામણીમાં 27 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શ્રી સિમેન્ટ, દેશની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપનીએ ક્વાર્ટર દરમિયાન 8.77 મિલિયન ટન સિમેન્ટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 8.89 મિલિયન ટન કરતાં થોડું ઓછું હતું.
(Disclamar: આ એક્સપર્ટના પોતાના અંગત મંતવ્ય છે, Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે.)