એક તરફ જ્યાં ભારતના લોકો કોરોના વાયરસ (Coronavirus) ને રોકવા માટે લડી રહ્યાં છે. લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ સાથે જોડાયેલ કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો માટે ખોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ તસવીર પાછળની હકીકત કંઈક અલગ છે.
દાવો - કોવિડ-19ની દવા મળી ગઈ છે હકીકત - આ કોરોનાની દવા નથી, તપાસ કિટ છે.
દાવો - એક કપલ જેઓએ 134 કોરોનાના પીડિતોની સારવાર કર્યા બાદ સંક્રમણનો શિકાર થઈ ગયા છે. હકીકત - આ તસવીર કોઈ ડોક્ટર કપલની નથી. આ ફોટો એરપોર્ટ પર એક કપલની છે.
દાવો - ઈટલીમાં કોરોના વાયરસની બીમારીથી મરી રહેલા લોકોની લાશ રસ્તા પર પડી રહી છે. કોરોનાના સંક્રમણના ખૌફથી બચવા માટે પરિવારના લોકો અંતિમ સંસ્કાર કરી નથી રહ્યાં. હકીકત - આ ફોટો 2011માં રિલીઝ થયેલી થયેલ એક ઈંગ્લિશ ફિલ્મ કાંટેજિઅનનો સીન છે.
દાવો - રશિયામાં રાષ્ટ્રપતિ પુતિને લોકડાઉન કરવા માટે રસ્તા પર 500 સિંહ છોડવાનો આદેશ કર્યો છે. હકીકત - આ ફોટો એક ફિલ્મનો સીન છે.
દાવો - ડોક્ટર રમેશ ગુપ્તાની પુસ્તક જંતુ વિજ્ઞાનમાં કોરોનાની સારવાર છે. હકીકત - આ ખોટું છે.
દાવો - કોરોના વાયરસથી મુશ્કેલ સમયને જોતા જિયો કંપનીએ પોતાના યુઝર્સને 498 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહી છે. હકીકત - જિયો કંપનીએ આવો કોઈ દાવો કર્યો નથી
દાવો - ઈટલીમા કોરોનાથી મરનારાઓની લાશ અનેક કોફીનમાં રાખવામાં આવ્યા છે. તેઓને પરિવારવાળા લેવા માટે નથી આવી રહ્યાં. હકીકત - આ ફોટો 7 વર્ષ જૂની ઘટનાની તસવીર છે, કોરોનાનો તેની સાથે કોઈ સંબંધ નથી.