કોઈ તમને કહે કે પ્રેમ શું છે, તો તમે પ્રેમનો અર્થ શું કહેશો? પ્રેમ એ એક પ્રકારની લાગણી છે. તમને કોઈના પ્રત્યે વિશેષ લગાવ છે, આકર્ષણ છે, કોઈની સાથે દોસ્તી છે. સવાલ થાય કે, શું તમને તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ પ્રેમ થઈ શકે? અને જો આવું થયું હોય તો તમને કઈ રીતે સંકેત મળશે? તમે તમારા દિલની વાત કઈ રીતે કરી શકો છો? આ બધા જ સવાલોનો જવાબ જાણવા માટે વાંચો આ આર્ટિકલ...
ઘણા પ્રેમથી ભરેલા સંબંધો (RELATIONSHIP) માત્ર એટલા માટે અધુરા રહી જાય છે કારણ કે તેમના પર દોસ્તીની મહોર લાગેલી હોય છે. ઘણા લોકો દોસ્તીના સંબંધને એક પગલું આગળ લઈ જવામાં અચકાઈ છે. એનું કારણ એ છે કે લોકોને ડર હોય છે કે ક્યાંક પ્રેમના ચક્કરમાં તેઓ પોતાની મિત્રતા ગુમાવી ન બેસે. કેટલાક લોકો સામે વાળી વ્યક્તિની ભાવના નથી સમજી શક્તા અથવા તેમને પોતાના દિલની વાત કહેવામાં ડર લાગે છે. સમય જતા વાર નથી લાગતી. જો તમે તમારા દિલની વાત નહીં જણાવો તો તે વ્યક્તિ બીજા કોઈની થવામાં વાર નહીં લાગે.
અસલમાં એકબીજાની નજીક રહેવા, દરેક સિક્રેટ વાત શેર કરવા અને પસંદ-નાપસંદ સાથે જીવવાને કારણે બેસ્ટ ફ્રેન્ડનો સંબંધ વધુ મજબુત બની જાય છે. તેવામાં અહીં પ્રેમના ફુલ ખીલવામાં જાજો સમય લાગતો નથી. જો તમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ કરતા હોવ તો આ ઈશારાથી તમે તેમના દિલની વાત સમજી શકો છો.
દરેક સંબંધમાં બંને વ્યક્તિ એકબીજાને ખુશ રાખવાના તમામ પ્રયાસ કરશે. શું તમે તમારા બેસ્ટ ફ્રેન્ડની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર છો? શું તમે ઈચ્છો છો કે તમારા/તમારી બેસ્ટ ફ્રેન્ડ સુધી કોઈ દુ:ખ ન પહોંચે? જો હા હોય તો એકવાર તમે તમારા દિલ પર હાથ રાખી પોતાને પ્રશ્ન કરો. હોય શકે કે તમને તે વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હોય.
જ્યારે આપણને ગમતી વ્યક્તિ બીજા કોઈ સાથે વાત કરે ત્યારે આપણને ઈર્ષા થાય છે. જો તમને તમારી/તમારો બેસ્ટ ફ્રેન્ડ અન્ય કોઈ સાથે હળીમળીને વાતો કરે અને જો તમને ન ગમે તો તમે તમારા દિલને એકવાર પૂછો કે આવું શા માટે થાય છે. આ સવાલનો જવાબ તમને જરૂર મળશે.
જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વધુ સમય વિતાવ્યો હોય અથવા તેમના પ્રત્યે લાગણી રાખી હોય, ત્યારે આસપાસ ન હોવા છતાં આપણે તેની જ વાતો કરતા હોય છીએ. તેમને યાદ કરતા અને તેમના સાથે વાતો કરવાથી દિલ ખુશ થઈ જતું હોય છે. જો આ ક્રિયા પણ તમારી સાથે થતી હોય તો સમજી જાવ કે તમે પ્રેમના દરિયામાં ડૂબી ગયા છો.
બેસ્ટ ફ્રેન્ડ તે જ હોય છે, જેમની સામે આપણે કોઈ પણ રીતે હસી-બોલી શકી. તેમના સામે રડવામાં પણ કંઈ ખોટું નથી. તેમના સાથે આપણે દરેક સુખ દુખની વાતો શેર કરી શકીએ. જો તમારો/તમારી બેસ્ટ ફ્રેન્ડ દર વખતે માત્ર તમારી પાસે કોઈ સમસ્યા માટે મદદ માગે અથવા કોઈ અભિપ્રાય માગે તો સમજી જાવ કે તમે તેના માટે સ્પેશિયલ છો.
જો તમને તમારા બેસ્ટ ફ્રેન્ડને જાણતા હોવાને અધિક સમય થયો હોય અને જો તમને એવું લાગે કે તમે તેના પ્રેમમાં છો, તો તમારે તમારી લાગણે જણાવી દેવી જોઈએ. જો તમને એવો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક પ્રેમનો એકરાર કરવામાં મિત્રતા ગુમાવી ન બેસ્યે, તો સમજી લેજો કે તેમને તમારી લાગણી ન જણાવીને પણ કશુ હાસિલ થવાનું નથી.