જાણીતા આઈએએસ કપલ (Famous IAS Couple) ટીના ડાબી (Tina Dabi) અને અતહર ખાન (Athar Khan) આખરે અલગ થઈ ગયા છે. તેના ડિવોર્સને કોર્ટે મંજૂરી આપી દીધી છે. બંનેએ નવેમ્બર 2020માં ડિવોર્સ માટે અરજી આપી હતી. પહેલા તો યૂપીએસસી (UPSC) માં ટોપ કર્યા બાદ ટીના ડાબી ખુબ ચર્ચામાં આવી હતી, ત્યારબાદ તેણે પોતાની બેચના આઈએએસ અધિકારી અતહર ખાન સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા. આઈએએસ અતહર આમિર ખાન કાશ્મીરથી છે અને આ બંનેના લગ્ન કાશ્મીરમાં થયા હતા.
ટીના ડાબીએ 2015માં સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષામાં ટોપ કર્યું હતું અને અતહર બીજા સ્થાને આવ્યો હતો. બાદમાં બંને ટોપર્સે સગાઈની જાહેરાત કરી હતી. માનવામાં આવે છે કે ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહર એકબીજાની નજીક આવ્યા હતા. તે બંને રાજસ્થાન કેડરના અધિકારી છે અને વર્તમાનમાં ટીના જયપુરમાં પોસ્ટેડ છે.
પોતાની સગાઈની જાહેરાત કરતા ટીના ડાબીએ કહ્યું હતું કે, હું તેની દ્રઢતા માટે તેનો દરરોજ આભાર માનુ છું. તે એક અદ્ભુત વ્યક્તિ છે. અમે ખુબ જલદી લગ્નના બંધનમાં બંધાવાના છીએ. ત્યારબાદ ઘણા લોકોએ કહ્યું હતું કે અતહર ખાન યૂપીએસસીની દોડમાં ડાબીથી પાછળ રહી ગયો પરંતુ તેનું દિલ જીતી લીધું.
સગાઈની જાહેરાત બાદથી આ કપલ ચર્ચામાં આવી ગયું હતું. ટીના હંમેશા પોતાની અને અતહરની તસવીરો શેર કરતી હતી. પરંતુ લગ્નની વાત સામે આવી તો હિન્દુ-મુસ્લિમનો મુદ્દો શરૂ થયો હતો. ઘણા લોકોએ તેને લવ જેહાદ પણ કહી દીધું હતું.
ટીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશ્વના ઘણા દેશોમાં કરેલી યાત્રાઓની તસવીરોથી ભરેલું છે.
આ યુવા આઈએએસ કપલની આગ્રા યાત્રાની તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
થોડા સમય પહેલા અચાનક ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર પોતાના નામથી ખાન શબ્દ હટાવી દીધો હતો. લગભગ તે સમયે અતહરે પણ ટીનાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. ત્યારબાદ 20 નવેમ્બર 2020ના તેણે જયપુરની એક ફેમિલી કોર્ટમાં આપસી સહમતિથિ છુટાછેડાની અરજી આપી હતી. 10 ઓગસ્ટ 2021ના કોર્ટે આઈએએસ ટોપર્સ ટીના ડાબી અને અતહર ખાનના છુટાછેડાને મંજૂરી આપી દીધી છે.