Surat News ચેતન પટેલ/સુરત : હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. પાલ વિસ્તારમાં દીકરીના લગ્નમાં આગામી પેઢીને અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. એક ખેડૂત પિતાએ દીકરીના લગ્નમાં ગીર ગાય દાનમાં આપી છે. સાથે જ નો પ્લાસ્ટિકની થીમ પર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર ગાય દાનમાં આપતા સૌ મહેમાનોએ ખેડૂતના આ વિચારને બિરદાવ્યો હતો.