Farmers Debt Increases in Gujarat: ગુજરાતના ખેડૂતોએ કરોડો રૂપિયાનું દેવું કર્યું છે. ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઇ-2025 સુધીમાં રૂા. 1,44,330 કરોડની બેંક લોન લીધી છે. તેના પરથી એ વાત નક્કી થાય છે કે જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે.
Farmers Debt Increases in Gujarat: ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયા છે કેમકે, હવે ખેતી કરવી મોંથી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજુરીના ભાવો વધ્યાં છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ સુધા મળતા નથી. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર, બમણી આવકની ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે.
બીજી બાજુ ગુજરાતમાં સમૃદ્ધ ખેડૂત-સમૃધ્ધ ગુજરાતના સુત્રો પોકારવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવુ રાજય અને કેન્દ્ર સરકાર ડીંગો હાંકી રહી છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવુ કરવા મજબૂર બન્યાં છે.
ખેડૂતોની એવી દશા છે કે, ખેતી ખાતર બચાવવા બેંકો પાસેથી લોન લેવી પડે છે. સ્થિતી એવી નિર્માણ થઈ છે કે, ખેતી ખર્ચ વધ્યો પુરતા છે પણ ખેત ઉત્પાદનના ભાવ વધ્યાં નથી. તેમાંય ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થાય તે અલગ.
વર્ષ ૨૦૨૫-૨૯માં ખેડૂતોએ કુલ રૂા.૧,૪૪,૩૩૦ કરોડની લોન મેળવી છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતી ખેડૂતોની બેંકલોન રૂા.૯૬,૯૯૩ કરોડ હતી તે વર્ષ ૨૦૨૫-૨૯માં વધીને રૂા. ૧,૪૪,૩૩૦ કરોડ સુધી પહોંચી હતી. પાંચ વર્ષમાં ખેડૂતોની બેકલોનમાં રૂા.૪૭,૩૬૭ કરોડનો વધારો નોંધાયો હતો. ટૂંકમાં, ગુજરાતના ખેડૂતોની બેંકલોનનો આંકડો વધતો જ જાય છે. કેન્દ્ર સરકારના મર્ત, પ્રત્યેક ખેડૂતના માથે રૂપિયા 56 હજારનું દેવું છે.
મહત્વની વાત છે કે ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભલે દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે ખેડૂતો દેવાદાર બન્યાં છે.