PHOTOS

FASTag અંગે આવ્યા અત્યંત રાહતના સમાચાર, 1 જાન્યુઆરીથી ફરજિયાત નથી FASTag, નવી ડેડલાઈન વિશે ખાસ જાણો

FASTag અંગે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે.

Advertisement
1/7
FASTag ની ડેડલાઈન 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવાઈ
FASTag ની ડેડલાઈન 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવાઈ

NHAI એ જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2021 થી દેશના તમામ  NHAI ટોલ પ્લાઝા કેશની જગ્યાએ FASTag લેનમાં ફેરવાઈ જશે. જો કોઈ પણ FASTag વગર ટોલ પ્લાઝા પર પહોંચ્યું તો તેણે બમણો ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે લોકોને FASTag લગાવવા માટે રાહત મળી છે અને દોઢ મહિનાનો સમય મળી ગયો છે. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં FASTag લગાવી શકશો.

2/7
સરકારે NHAI ને સલાહ આપી
સરકારે NHAI ને સલાહ આપી

હાલ FASTag દ્વારા ટોલ પ્લાઝાથી કલેક્શન 75-80 ટકા છે. રોડ અને પરિવહન મંત્રાલયે NHAI ને સૂચન આપ્યું કે તેઓ 100 ટકા કેશલેસ કલેક્શન માટે તમામ જરૂરી મંજૂરીઓ લઈને તને 15 ફેબ્રુઆરીથી લાગુ કરે. 

Banner Image
3/7
બે પ્રકારના હોય છે ફાસ્ટેગ
બે પ્રકારના હોય છે ફાસ્ટેગ

FASTag બે પ્રકારના છે. એક હોય છે NHAI ના ટેગવાળો અને બીજો હોય છે જે બેન્કો પાસેથી લેવાયો તે. 1 ડિસેમ્બર 2017 બાદ જે પણ ગાડીઓ ખરીદવામાં આવી છે તેમાં FASTag પહેલેથી ફીટ થઈને આવે છે. જો તમે તે અગાઉ કાર  ખરીદી છે તો તમારે FASTag અલગથી ખરીદવું પડશે. 

4/7
NHAI ની 'My FASTag App'
NHAI ની 'My FASTag App'

આ એપ દ્વારા તમે તમારી ગાડી માટે FASTag ખરીદી શકો છો. આ માટે તમારે  કોઈ KYC ની જરૂર પડશે નહીં. NHAI એ હાલમાં જ તેમાં 'Check balance status' નું નવું ફીચર નાખ્યું છે. 'My FASTag App' એક બેન્ક ન્યૂટ્રલ એપ છે. એટલે કે તેનું કોઈ સરકાર કે ખાનગી બેન્ક સાથે લિંક નથી. તમે તેને UPI કે નેટ બેન્કિંગ દ્વારા રિચાર્જ કરાવી  શકો છો. 

5/7
બેન્કોના FASTags
બેન્કોના FASTags

તમે FASTags ને બેન્કો પાસથી પણ ખરીદીને તમારી  કારમાં ચીપકાવી શકો છો અને રિચાર્જ કરાવી શકો છો. 22 બેન્કોને આ કામ માટે જોડવામાં આવી છે. ICICI બેન્ક FASTags માટે Google Pay સાથે કરાર કર્યો છે. એટલે કે જો તમારી પાસે ગૂગલ પે હશે તો તમે ICICI BANK દ્વારા ફાસ્ટટેગ (FASTag) ખરીદી શકો છો અને રિચાર્જ પણ કરી શકો છો. આ માટે  તમારે બેન્ક જવાની કે ટોલ પ્લાઝા જવાની જરૂર નહીં રહે. 

6/7
આ બેન્કો પણ આપે છે FASTag સેવાઓ
આ બેન્કો પણ આપે છે FASTag સેવાઓ

આ ઉપરાંત અનેક બેન્કો જેમ કે Axis Bank, IDFC Bank, SBI, HDFC Bank, Karur Vysya Bank, EQUITAS Small Finance Bank, Kotak Mahindra Bank, Punjab National Bank, Bank of Baroda, Induslnd Bank, Yes Bank, પાસેથી પણ FASTags ખરીદી શકાય છે. 

7/7
ઈ-કોમર્સ વેબસાઈટ પાસેથી પણ ખરીદી શકાય છે FASTag
ઈ-કોમર્સ વેબસાઈટ પાસેથી પણ ખરીદી શકાય છે FASTag

બેન્કો ઉપરાંત તમે FASTag ઈ કોમર્સ વેબસાઈટ દ્વારા પણ ઓનલાઈન ખરીદી શકો છો. અમેઝોન અને પેટીએમ પણ FASTag સેવાઓ આપે છે. અહીં પણ સર્વિસિઝ બેન્ક ન્યૂટ્રલ છે અને KYC ની જરૂર પડતી નથી. તમે UPI દ્વારા આરામથી  રિચાર્જ કરાવી શકો છો. 





Read More