PHOTOS

Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

Fatty Liver Causes: અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારના કારણે મોટાભાગના લોકોને ફેટી લીવરની સમસ્યા થઈ જાય છે. ફેટી લીવરની બીમારીમાં લીવરની કોશિકાઓ ઉપર ફેટ જામી જાય છે. જેના કારણે સોજો, પેટમાં દુખાવો, વજન ઘટી જવું, થાક લાગવો જેવી સમસ્યા થઈ શકે છે. સમય રહેતા ફેટી લીવરને ઠીક કરવામાં ન આવે તો લીવર સિરોસીસ, લીવર ડેમેજ અને લીવરનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. ફેટી લીવરથી બચવું હોય તો રોજની 4 આદતોમાં ફેરફાર કરવો જોઈએ. આ 4 આદતોના કારણે ફેટી લીવરની સમસ્યા થવાનું રીસ્ક અનેક ગણું વધી જાય છે. 
 

Advertisement
1/5
જંક ફૂડ 
જંક ફૂડ 

અનહેલ્ધી ડાયટ એટલે કે વધારે માત્રામાં ઓઇલી ફૂડ ખાવું, જંક ફૂડ ખાવું લીવર માટે હાનિકારક છે. આવી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવાથી લીવર ઉપર ફેટ જામી જાય છે. આવા આહારમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે હોય છે જે લીવરને નુકસાન કરી શકે છે. લીવરને હેલ્ધી રાખવા માટે ડાયટમાં લીલા શાકભાજી અને ફળનો સમાવેશ કરો.   

2/5
દારૂનું સેવન 
દારૂનું સેવન 

સ્મોકિંગ અને દારૂનું સેવન નુકસાન કરી શકે છે. દારૂમાં રહેલા ટોક્સિન લીવરની ક્ષમતાને નબળી કરી નાખે છે, જેના કારણે લીવર ઉપર ફેટ જમા થવા લાગે છે. લાંબા સમય સુધી દારૂનું સેવન કરવાથી લીવરને નુકસાન થઈ જાય છે.   

Banner Image
3/5
ઊંઘનો અભાવ 
ઊંઘનો અભાવ 

રાત્રે મોડે સુધી જાગીને સવારે પણ વહેલા જાગી જવાથી ઊંઘ પૂરી થતી નથી. આ સ્થિતિ કાયમી હોય તો તે લીવર પર ખરાબ અસર કરી શકે છે. રોજ ઊંઘ પૂરી ન થાય તો શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધી જાય છે જેના કારણે લીવર ડેમેજ થઈ શકે છે. લીવરને હેલ્ધી રાખવા માટે નિયમિત સાત થી આઠ કલાકની ઊંઘ કરવી.   

4/5
મીઠાઈ વધારે ખાવી
મીઠાઈ વધારે ખાવી

આજકાલ લોકો કેક, બિસ્કીટ, કોલ્ડ ડ્રિંક્સ અને મીઠાઈનું સેવન રોજ કરતા હોય છે. જમ્યા પછી ઘણા લોકોને રોજ મીઠાઈ ખાવાની આદત હોય છે. આ રીતે વધારે માત્રામાં રિફાઇન્ડ સુગર લેવાથી શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે નોન આલ્કોહોલિક ફેટી લીવર થઈ શકે છે.  

5/5




Read More