PHOTOS

Photos: અહીં આજે પણ કરવામાં આવે છે મહિલાઓની 'સુન્નત' તસવીરોમાં જુઓ કેટલી ખતરનાક છે આ પરંપરા

નવી દિલ્લીઃ  વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં આજે પણ મહિલાઓને  તુચ્છ નદરતથી જોવામાં આવે છે.  ક્યારેક ધર્મના નામે તો ક્યારેક પરંપરાના નામે મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આવી જ એક પરંપરા અથવા તેના બદલે એમ કહી શકાય કે ફીમેલ જેનિટલ મ્યુટેશન જેને સીધી ભાષામાં સ્ત્રીઓની સુન્નત કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ હોવા છતાં, વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પરંપરાના નામે સ્ત્રીઓની સુન્નત હજુ પણ થાય છે.  એક અભ્યાસ મુજબ, વિશ્વભરમાં આશરે 200 કરોડ મહિલાઓ અને છોકરીઓની સુન્નત  થઈ છે. 

Advertisement
1/6
પરંપરા કે અત્યાચાર?
પરંપરા કે અત્યાચાર?

આફ્રિકાના દેશોમાં આ પરંપરા સામાન્ય છે. યમન, ઈરાક, માલદ્વીપ અને ઈન્ડોનેશિયામાં મહિલાઓની સુન્નત સૌથી વધુ થાય છે. પરંતુ આ પ્રથા એશિયા, મધ્ય પૂર્વ લેટિન અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ઉત્તરી અમેરિકાના કેટલાક વિક્સિત દેશોમાં આજે પણ ચાલે છે. વર્ષ 2020માં UNICEFએ નવા આંકડા જાહેર કર્યાં જે પ્રમાણે દુનિયાભરમાં લગભગ 20 કરોડ બાળકીઓ અને મહિલાઓના ગુપ્તાંગને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 

2/6
અહીં બધી જ મહિલાઓની થાય છે સુન્નત
અહીં બધી જ મહિલાઓની થાય છે સુન્નત

જે દેશોમાં લગભગ બધી જ મહિલાઓની સુન્નત થાય છે તેમાં સોમાલિયા, જિબૂતી અને ગિની સામેલ છે. આ ત્રણ દેશ આફ્રિકાના મહાદ્વીપ છે.

Banner Image
3/6
શું હોય છે મહિલાની સુન્નત (ખતના)?
શું હોય છે મહિલાની સુન્નત (ખતના)?

મહિલાઓના જનનાંગોને જાણી જોઈને કાપવામાં આવે છે. જેને સીધી ભાષમાં મહિલાઓની સુન્નત અથવા ખતના કહેવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આવી કોઈ પણ પ્રક્રિયા જે વગર મેડિકલ કારણોથી મહિલાઓના ગુપ્તાંગને નુકસાન પહોંચાડે છે તે આ શ્રેણીમાં આવે છે. 

 

4/6
સુન્નતની ઉંમર
સુન્નતની ઉંમર

મહિલાઓની સુન્નત શિશુ અવસ્થાથી લઈને 15 વર્ષની ઉંમર સુધી કરવામાં આવે છે. મોટા ભાગે પરિવારની મહિલાઓ જ આ કામ કરતી હોય છે. આ પ્રક્રિયાથી મહિલાઓને શારીરિકની સાથે સાથે માનિસક પણ ઘણું નુકસાન થાય છે. 

5/6
સુન્નતનો ખતરો
સુન્નતનો ખતરો

સુન્નતના કારણે મહિલાઓના રક્તસ્ત્રાવ, તાવ, સંક્રમણ, માનસિત આઘાત જેવી અનેક તકલીફ થાય છે. કેટલીક વખત મત્યુ પણ થાય છે.

6/6
આ દેશોમાં સુન્નત છે પ્રતિબંધ
આ દેશોમાં સુન્નત છે પ્રતિબંધ

અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ પ્રથાને સત્તાવાર રીતે રોકવામાં આવી છે. તેમ છતાં આ પ્રથા હજુ પણ ચાલું છે. જેની પાછળ સૌથી વધુ સામાજિક દબાવ છે. 





Read More