PHOTOS

આવક વધારવા ઈચ્છો છો તો ઓફિસ ટેબલ પર રાખો આ ખાસ વસ્તુ, ધડાધડ વધશે બેંક બેલેન્સ

Feng Shui: વધુ પૈસા, શાનદાર જીવન, સારૂ કરિયર મેળવવું લગભગ બધા લોકોનું સપનું હોય છે. જો તમે વર્કપ્લેસ પર કેટલીક ખાસ વસ્તુ રાખી લીધી તો તમારી આવકમાં વધારો થઈ શકે છે.

Advertisement
1/7

Good Luck Charm: ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં એવા ગુડલક ચાર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આસપાસ હોય તો માહોલમાં સકારાત્મકતા આવે છે. સાથે આવક પણ વધે છે અને કરિયરમાં પ્રગતિ થાય છે. આ ફેંગશુઈ આઇટમને ઓફિસમાં રાખી ઘણો ફાયદો મેળવી શકાય છે.

2/7
ફેંગશુઈ સિક્કા
ફેંગશુઈ સિક્કા

ફેંગશુઈમાં તાંબાના ગોળ સિક્કા, જેની વચ્ચે એક વર્ગાકાર છેદ હોય છે, તેને ખૂબ લકી માનવામાં આવે છે. આ સિક્કા સમૃદ્ધિનું પ્રતીક હોય છે. ત્રણ ફેંગશુઈ સિક્કાને લાલ રિબિનમાં બાંધી ઓફિસના મુખ્ય દ્વાર પર અંદર તરફ ટીંગાળો કે ધન સ્થાન પર રાખો. આમ કરવાથી ખર્ચ ઓછો થશે અને ધન વધશે.

Banner Image
3/7
લાફિંગ બુદ્ધા
 લાફિંગ બુદ્ધા

લાફિંગ બુદ્ધાને ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરની સાથે-સાથે ઓફિસ ટેબલ પર પણ લાફિંગ બુદ્ધા રાખી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તણાવ દૂર થાય છે. સાથે સમૃદ્ધિ વધે છે. ધ્યાન રહે કે રિસેપ્શન પર લાફિંગ બુદ્ધા રાખી રહ્યાં છો તો તેનો ચહેરો ઓફિસના પ્રવેશ દ્વાર તરફ હોવો જોઈએ.

4/7
ક્રિસ્ટલ ગ્લોબ
 ક્રિસ્ટલ ગ્લોબ

ક્રિસ્ટલ ગ્લોબને પણ ફેંગશુઈમાં શુભ માનવામાં આવે છે. તે એકાગ્રતા, સ્પષ્ટતા વધારે છે. સાથે નવા અવસર આકર્ષિત કરે છે. તેને ઓફિસ ડેસ્કના ઉત્તર-પૂર્વ ખુણામાં રાખવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. વધુ ફોકસની સાથે કામ કરી શકો છો.

5/7
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ

ભારતીય વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈમાં મની પ્લાન્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ઓફિસના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખો, આ સંપત્તિનો વિસ્તાર છે. તેને કાચની બોટલમાં વાવો. ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટ હંમેશા લીલો રહેવો જોઈએ. અન્યથા તેને કાઢી નાખો.

6/7
ફેંગશુઈ ડ્રેગન
ફેંગશુઈ ડ્રેગન

કરિયરમાં ઊંચાઈ મેળવવી હોય તો ઓફિસમાં પૂર્વ દિશામાં ફેંગશુઈ ડ્રેગન રાખો. તે શક્તિ, સાહસ અને મોટી સફળતાનું પ્રતીક છે. કારોબારી જાતક પોતાની ઓફિસમાં રાખી લાભ મેળવી શકે છે. ડ્રેગનની મૂર્તિને ડેસ્ક પર કે શેલ્ફ પર રાખો, પરંતુ તેની ઊંચાઈ વધુ ન હોય, સાથે તેનું મોઢુ અંદર વર્કપ્લેસ તરફ હોય.

7/7
ફેંગશુઈ ફાઉન્ટેન
  ફેંગશુઈ ફાઉન્ટેન

ફેંગશુઈ ફાઉન્ટેન કે ફુવારો ધન અને સમૃદ્ધિના પ્રવાહનું પ્રતીક છે. ઓફિસના ઉત્તર કે દક્ષિણ-પૂર્વ ખુણામાં ફેંગશુઈ ફાઉન્ટેન રાખવાથી ખર્ચ કંટ્રોલમાં રહે છે. આર્થિક પ્રગતિ વધે છે. ધ્યાન રાખો કે તે હંમેશા સાફ રહે અને પાણી વહેતું રહે.

ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.  





Read More