PHOTOS

50 હજારના પગારમાં પણ પૂરુ કરી શકો છો ખુદના ઘરનું સપનું, આ રીતે કરો પ્લાનિંગ, સમજો ગણિત

ભારતમાં કરોડો લોકો એવા છે, જેનો મહિનાનો પગાર 50 હજાર રૂપિયા કે તેનાથી ઓછો હોય છો. જો તમે તમારી આવક, ખર્ચ અને બચતમાં તાલમેલ કરી ચાલો તો દર મહિને સારી બચત કરી શકો છો.

Advertisement
1/7
50 હજાર પગારમાં પણ પૂરુ થશે ઘર ખરીદવાનું સપનું
 50 હજાર પગારમાં પણ પૂરુ થશે ઘર ખરીદવાનું સપનું

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેની પાસે પોતાની કાર અને ઘર હોય. જ્યારે આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે બજેટ પૂરતું નથી, ત્યારે આપણે લોનનો આશરો લઈએ છીએ. વિવિધ બેંકિંગ અને બિન-બેંકિંગ સંસ્થાઓ અલગ અલગ દરે લોન પૂરી પાડે છે. લોન આપતી વખતે, બેંકો તમારી માસિક આવક અને જવાબદારીઓ પણ તપાસે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે કેટલી રકમ લોન તરીકે લઈ શકો છો. જો તમારો માસિક પગાર 50,000 રૂપિયા હોય, તો શું તમે તમારું પોતાનું ઘર ખરીદી શકશો? આ પગાર પર મને કેટલી હોમ લોન મળશે? ચાલો તેની સંપૂર્ણ ગણતરી સમજીએ.

2/7
ઘર માટે કેટલી મળશે લોન?
 ઘર માટે કેટલી મળશે લોન?

50 હજાર મહિને પગાર હોય તે હોમ લોન લઈ શકે છે. બેંક અનુસાર વ્યાજદર અલગ-અલગ હશે. જો કોઈ 15 વર્ષ માટે લોન લેવા ઈચ્છે તો વ્યાજદર 7 ટકા છે. તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમને 25થી 30 લાખની લોન મળી શકે છે.

Banner Image
3/7
હોમ લોન સાથે તમને કેટલી પર્સનલ લોન મળશે?
 હોમ લોન સાથે તમને કેટલી પર્સનલ લોન મળશે?

જો તમારી આવક, ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય, તો બેંકો તમને બીજી લોન આપવા માટે તૈયાર થઈ શકે છે. જો તમે પર્સનલ લોન લેવા માંગતા હો અને તમારો માસિક પગાર 40 થી 50 હજારની વચ્ચે હોય, તો તમે 9 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લઈ શકો છો. જોકે, લોન ફાઇનલ કરતી વખતે, તપાસો કે તમે દર મહિને તેનો EMI સરળતાથી ચૂકવી શકો છો કે નહીં, કારણ કે પર્સનલ લોન અન્ય લોનની સરખામણીમાં થોડી મોંઘી હોય છે.

4/7
નકામા ખર્ચા રોકવા જરૂરી છે
 નકામા ખર્ચા રોકવા જરૂરી છે

તમે ગમે તેટલી કમાણી કરો, જો તમને બચત કરવાની આદત નહીં હોય તો તમે ક્યારેય પૈસા બચાવી શકશો નહીં. તેથી, બજેટ બનાવવું અને ખર્ચનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે. બજેટ બનાવતી વખતે, આપણે આપણા ખર્ચાઓ પર નજર રાખવી જોઈએ. ઘણી વખત આપણે રાશનની વસ્તુઓ પર ઓછો ખર્ચ કરીએ છીએ, જ્યારે વાસ્તવમાં આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ ખર્ચ કરીએ છીએ. તમારા ખર્ચાઓ પર નજર રાખીને તમને ખબર પડશે કે તમારા પગારનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. આનાથી તમે બિનજરૂરી ખર્ચ રોકી શકશો.

5/7
50 હજારનું ઘર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે?
 50 હજારનું ઘર ખરીદવા માટે કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે?

50 લાખનું ઘર લો તો ઓછામાં ઓછું 20 ટકા એટલે કે 10 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડશે. 8% વ્યાજ પ્રમાણે તમારે 20 વર્ષમાં આશરે 48 લાખ રૂપિયા વ્યાજ આપવું પડશે. આ તમારા પગાર પર ભાવ વધારશે. તેથી તમારે 50 હજારના પગાર પર 50 લાખનું ઘર ન ખરીદવું જોઈએ પરંતુ સસ્તા વિકલ્પ શોધવા જોઈએ.

6/7
તો કેટલાનું ઘર લેવું જોઈએ
 તો કેટલાનું ઘર લેવું જોઈએ

તમારે વધુમાં વધુ 25-30 લાખ રૂપિયા સુધીની કિંમતનું ઘર લેવું જોઈએ. તેનો ઈએમઆઈ તમારા પગારના 30થી 40 ટકા હોવો જોઈએ. ઘરનો હપ્તો 15થી 18 હજાર રૂપિયા દર મહિને હોવો જોઈએ.  

7/7
ડાઉન પેમેન્ટ માટે દર મહિને કેટલા બચાવવા પડશે?
 ડાઉન પેમેન્ટ માટે દર મહિને કેટલા બચાવવા પડશે?

જો તમારો મહિનાનો પગાર 50,000 રૂપિયા છે અને તમે હોમ લોન લેવા ઈચ્છો છો તો તમારે દર મહિને ઓછામાં ઓછો 15થી 18 હજાર રૂપિયાનો હપ્તો ભરવો પડી શકે છે. તેથી તમે તમારા પગારમાંથી  20-25% સુધીની બચત કરી શકો છો. તે લગભગ 10થી 12500 રૂપિયા દર મહિને હશે.





Read More