arat Monsoon 2025 Prediction : દેશમાં મે મહિનામાં નોર્મલ કરતા ઘણો વધુ વરસાદ નોંધાયો હતો. જેના પરિણામે ચોમાસું વહેલું અને ઝડપભે...
નિષ્ણાતો કહે છે કે, બ્રેક મોન્સુનની આ સ્થિતિમાં આગામી ૧૨ તારીખથી સુધારો જોવા મળે અને આંધ્ર પ્રદેશ/ઓરિસ્સા કાંઠે એક અપર એર સાયક્લોનિક સરકયુલેશન સર્જાઈ શકે છે. ત્યાર પછીના દિવસોમાં આ સિસ્ટમ જમીની વિસ્તારોમાં આગળ વધતા ચોમાસું પુનઃ સક્રિય થશે, ગુજરાતમાં ૧૪ જૂન આસપાસથી વરસાદી ગતિવિધિમાં વધારો થવાનો શરૂ થઈ શકે અને ગાજવીજ સાથે છૂટાછવાયાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે.a
નિષ્ણાતો કહે છે કે, ચોમાસાની સિસ્ટમની અસર પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રહેવાની સંભાવના છે. ૧૪ થી ૧૮ જૂનના સમયગાળામાં અરબસાગરમાં મહારાષ્ટ્ર કાંઠે પણ એક સાયક્લોનિક સકર્યુંલેશન સાથે ઓફ શોર ટ્રફ સક્રિય થવાની સંભાવના ગણી શકાય જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા સુધીના વિસ્તારોમાં ચોમાસાને સક્રિય કરશે. એક લો પ્રેશર સિસ્ટમ ૧૮-૨૦ જૂન આસપાસ બંગાળની ખાડીમાં પણ સક્રિય થવાની સંભાવના છે જે ચોમાસાને વધુ વેગ આપવામાં મદદરૂપ થશે. આ સિસ્ટમ બન્યા બાદ ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે જેની વધુ અપડેટ આગળ સિસ્ટમ બને તે મુજબ આપવામાં આવશે. હાલ દેખાય રહેલા અનુકૂળ સંજોગો મુજબ આ તારણ કાઢેલું છે. આપેલ તારીખોમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થઈ શકે.
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળ્યું છે. રાજસ્થાનમાં 9 જિલ્લાને ગરમીનું યલો એલર્ટ અપાયું છે. તો રાજસ્થાનમાં 47 ડિગ્રી, દિલ્લીમાં 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો બેહાલ છે. આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે.
મહત્વનું છે કે, દેશના ઉત્તર ભાગના મોટા ભાગના રાજ્યોમાં આકરી ગરમીથી લોકોના હાલ બેહાલ છે. ત્યારે રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. હજુ પણ બે દિવસ સુધી રાજસ્થાનમાં તાપમાન ટોચના સ્થાને રહેવાની શક્યતા છે અને 9 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. તો બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો રાજધાન દિલ્હીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નહીં મળે તેવી શક્યતાઓ પણ છે. હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો ગુજરાતમાં પણ હાલ આકરી ગરમીના લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.