First Surya Grahan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે છે. સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2:21થી સાંજે 6:14 સુધી છે. જ્યારે રાત્રે શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે. આ 4 રાશિઓને આ સંયોગથી વિશેષ લાભ મળશે.
મીન રાશિના લોકો માટે શનિ ગોચર ખૂબ જ શુભ રહેશે. મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. નોકરી બદલવા માટે સારો સમય છે. મીન રાશિના લોકો પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે.
ધન રાશિ માટે શનિનું ગોચર આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. ધન રાશિના લોકોની આવકમાં વધારો થશે. તમે નવું કામ શરૂ કરી શકો છો.
તુલા રાશિ માટે શનિનું ગોચર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે. જૂના રોકાણથી તમને આર્થિક લાભ મળશે.
મિથુન રાશિના લોકો માટે શનિનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે લોકો ઘર ખરીદવા માંગે છે, તેમનું સપનું પૂર્ણ થઈ શકે છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.