PHOTOS

એક રાતમાં નવસારી જળબંબાકાર, પૂર્ણા નદીમાં પૂર આવતા 500 લોકોનું રેસ્ક્યૂ કરાયું, શાળા-કોલેજમાં રજા જાહેર

Navsari Flood : નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર... પૂર્ણા ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહેતા આસપાસના વિસ્તારો પાણી પાણી... રાત્રે 550 લોકોનું કરાયું રેસ્ક્યું.. શાળાઓમાં જાહેર કરાઈ રજા. 
 

Advertisement
1/9
નવસારીમાં વરસાદ બાદ જળબંબાકાર 
નવસારીમાં વરસાદ બાદ જળબંબાકાર 

નવસારીમાંનીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક સ્થળે હજુ પાણી-પાણી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસતા લોકોના ઘરવખરીને નુકસાની થઈ છે. હજી પણ પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. આ કારણે મોડી રાત્રે 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. 

2/9
નવસારીમાં શાળામાં રજા જાહેર કરાઈ 
નવસારીમાં શાળામાં રજા જાહેર કરાઈ 

નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પુરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લાની અન્ય શાળાઓ અને આંગણવાડીઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રજા આપી દેવાઈ છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

Banner Image
3/9
શાળા-કોલેજમાં આજે રજા 
શાળા-કોલેજમાં આજે રજા 

ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે પુર્ણા નદીકાંઠાના વિસ્તારો એલર્ટ મોડ પર છે. આ કારણે શાળા-કોલેજો અને આંગણવાડીમા રજા જાહેર કરવામાં આવી છે. નવસારી શહેર અને જલાલપોર વિસ્તારની શાળા કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામા આવી છે. ડીઈઓએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરી જાહેરાત કરી છે. 

4/9
નવસારીમાં હજી પણ પૂરનો ખતરો  
નવસારીમાં હજી પણ પૂરનો ખતરો  

શહેરના રિંગ રોડ ભેંસત ખાડા કમલા દરવાજા મીઠીલા નગરી જેવા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. પૂરના પાણી ઘરમાં પ્રવેશી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. પૂર્ણાની જળ સપાટી હજુ પણ ભયજનક સપાટી પર છે. શહેરમાં પોલીસ સ્થિતિ બનતા 550 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં પાણી ઉતર્યા ત્યાં સફાઈ શરૂ કરવામાં આવી છે. 

5/9
નવસારીની આ નદીઓ ગાંડીતૂર બની 
નવસારીની આ નદીઓ ગાંડીતૂર બની 

નવસારીમાંથી વહેતી ડાંગ, સુબિર, તાપીમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વરસાદના કારણે પૂર્ણાં નદી ગાંડીતૂર બની છે. પૂર્ણા નદીની હાલની સપાટી 22 ફૂટ પર વહી રહી છે, જેની ભયજનક સપાટી 23 ફૂટ છે. ભરતીના સમયને લઈ પાણીનું જળ સ્તર વધશે તેવી શકયતા છે. આ કારણે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

6/9
પૂરના પાણીમાં નીચાણવાળા વિસ્તારના લોકો ફસાયા
પૂરના પાણીમાં નીચાણવાળા વિસ્તારના લોકો ફસાયા

નવસારી જિલ્લામાં પૂર્ણ નદીમાં પૂરની સ્થિતિ બનતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકો ને સારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હવે જ્યારે વરસાદ નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં રોકાયો છે ત્યારે પૂર્ણા ના પાણી ઓસરી રહ્યા છે ગરો માંથી પાણી ઉતરતા હવે લોકો સફાઈમાં લાગ્યા છે શહેરના કાશીવાડી વિસ્તારમાં પૂર્ણ પાણી ભરાયા હતા જે હવે ઉતરતા લોકો ઘરોમાંથી પાણી ઉલેચી રહ્યા છે અને સાફ સફાઈમાં માંડી પડ્યા છે.

7/9

મહાનગરપાલિકા દ્વારા પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ડીડીટી પાવડર નું છંટકાવ કરી માફી મચ્છરોનો ઉપદ્રવ ન થાય એવા પ્રયાસો થઇ રહ્યા છે લોકો પૂરના કારણે મુશ્કેલીમાં છે અને તંત્ર તેમની મદદ કરે એવી પણ આશા લગાવી રહ્યા છે 

8/9
9/9




Read More