PHOTOS

Massage: રાત્રે સૂતા પહેલાં પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર

Massage: પગના તળિયાની માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને આખા દિવસનો થાક પણ દૂર થઈ જાય છે. માલિશથી સૌથી વધુ ફાયદો મેળવવો હોય તો રોજ રાત્રે પગના તળિયાની 10 મિનિટ માલિશ કરવી જોઈએ. કોઈપણ તેલથી તમે માલિશ કરી શકો છો. જો તમે પગના તળિયાની માલિશ કરો છો તો તેનાથી 5 સમસ્યાથી મુક્તિ મળી જાય છે. 

Advertisement
1/6
બ્લડ સર્ક્યુલેશન 
બ્લડ સર્ક્યુલેશન 

નિયમિત રીતે પગના તળિયાની માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને શરીરના બધા જ અંગ સુધી બ્લડ સપ્લાય સારી રીતે થાય છે. પગના તળિયાની માલિશ કરવાથી ડાયાબિટીસના દર્દીને અને હાર્ટ પેશન્ટને સૌથી વધુ ફાયદો થાય છે. 

2/6
સાંધાના દુખાવા અને સોજો 
સાંધાના દુખાવા અને સોજો 

પગના તળિયાની માલિશ કરવાથી સાંધાનો દુખાવો અને સોજો પણ મટે છે. તેના માટે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તલના તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તલમાં અનેક ગુણો હોય છે જે તમને ફાયદો કરાવે છે. 

Banner Image
3/6
સ્ટ્રેસ દૂર થાય છે 
સ્ટ્રેસ દૂર થાય છે 

રોજ સુતા પહેલાં પગના તળિયાની માલિશ કરવાથી મેન્ટલ સ્ટ્રેસથી રાહત મળે છે. માલિશ કરવાથી શરીરમાં સેરોટોનીનનું ઉત્પાદન વધે છે જે મૂડ સુધારે છે અને શરીર રિલેક્સ થાય છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે. આ તમારા તળિયાને બહુ મોટી રાહત આપે છે.   

4/6
આંખની નબળાઈ દૂર થાય છે 
આંખની નબળાઈ દૂર થાય છે 

જે લોકોને ચશ્માના નંબર વધારે હોય તેમણે નિયમિત 10 મિનિટ તલના તેલને થોડું ગરમ કરીને તળિયામાં માલિશ કરવી જોઈએ. તેનાથી આંખની નબળાઈ દૂર થાય છે અને દ્રષ્ટિ સુધરે છે. આમ તમારે ચશ્માની પણ જરૂર પડશે નહીં..

5/6
પેટની ચરબી ઘટે છે 
પેટની ચરબી ઘટે છે 

નિયમિત રીતે તલના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. માલિશ કરવાથી શરીરમાં ગરમાહટ વધે છે અને શરીરમાં જામેલું ફેટ ઓગળવા લાગે છે. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે. 

6/6




Read More