PHOTOS

1200KM રેન્જ... માત્ર 10 મિનિટમાં ચાર્જ ! NASAથી ઇન્સપાયર્ડ સીટ સાથે લોન્ચ થઈ આ અદ્ભુત SUV

GAC Hyptec HL : ચીનની કાર કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં ઘણી આગળ વધી રહી છે. ચીની કાર ઉત્પાદક GACએ તેની નવી SUV Hyptec HL લોન્ચ કરી છે. ત્યારે તેની કિંમત અને તેના ફીચર્સ વિશે આ લેખમાં જાણીશું.

Advertisement
1/6

GAC Hyptec HL : આ SUV બે વેરિઅન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને એક્સટેન્ડેડ રેન્જ ઇલેક્ટ્રિક વ્હીકલ (EREV)માં લોન્ચ કરવામાં આવી છે.  એક્સટેન્ડેડ રેન્જ વ્હિકલ એટલે કે તેમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંનેનો ઉપયોગ થાય છે. તેની શરૂઆતની કિંમત 2,69,800 યુઆન એટલે કે લગભગ 31.4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

2/6

કંપનીએ યાટની ડિઝાઇનથી પ્રેરિત Hyptech HL ડિઝાઇન કરી છે. તેની હેડલાઇટ્સ ક્રિસ્ટલ લેમ્પ બીડ્સથી બનેલી છે અને સેન્ટર ગ્રિલ વિવિધ લાઇટ યુનિટ્સથી સ્ટડેડ છે જે વિવિધ લાઇટિંગ પેટર્ન બનાવી શકે છે. આ કારને 4 અલગ-અલગ કલરમાં લોન્ચ કરવામાં આવી છે જેમાં નોટિકલ બ્લુ, આઈસ રોક ગ્રે, ડીપ સી ગ્રીન અને નાઈટ શેડો બ્લેક કલરનો સમાવેશ થાય છે.

Banner Image
3/6

કંપનીએ Hyptec HLને સંપૂર્ણ આધુનિક બનાવવામાં કોઈ કસર છોડી નથી. તે રૂફ લિડર, ત્રણ મિલિમીટર-વેવ રડાર, 11 કેમેરા અને 12 અલ્ટ્રાસોનિક રડારથી સજ્જ છે, જે GAC ની ADiGO સિસ્ટમ સાથે મળીને અદ્યતન ડ્રાઇવિંગ સહાયક સિસ્ટમને હાઇ-ડેફિનેશન મેપ પર આધાર રાખ્યા વિના વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. 

4/6

ખાસ વાત એ છે કે Hyptec HLના તમામ મોડલ સ્ટાન્ડર્ડ તરીકે 800V ફાસ્ટ-ચાર્જિંગ સિસ્ટમ સાથે આવે છે. બે એન્ટ્રી-લેવલ રીઅર-વ્હીલ-ડ્રાઈવ EV વેરિઅન્ટ્સ 3C ચાર્જિંગ રેટને સપોર્ટ કરે છે, જે બેટરીને માત્ર 15 મિનિટમાં 30% થી 80% સુધી ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ વેરિઅન્ટ ઝડપી 5C ચાર્જિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે, જેના કારણે તેની બેટરી માત્ર 10 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે.

5/6

તેનું રીયલ વ્હીલ ડ્રાઈવ (RWD) એટલે કે એક્સટેન્ડેડ રેન્જ ઈલેક્ટ્રિક વ્હીકલ (EREV) વેરિઅન્ટ 1.5T એન્જિન સાથે આવે છે. જેમાં 53 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ વેરિઅન્ટ માત્ર 7.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. તે 60.33 kWh ક્ષમતાના ટર્નરી લિથિયમ બેટરી પેકથી સજ્જ છે. આ SUV ઇલેક્ટ્રિક મોડમાં 350 કિમીની રેન્જ આપે છે અને ફ્યુઅલમાં કુલ 1200 કિમી સુધી ચાલી શકે છે.

6/6

Hyptech દાવો કરે છે કે બીજી લાઈનની ડબલ ઝીરો-ગ્રેવિટી સીટ NASA સ્ટાન્ડર્ડની છે. જે 12-વે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ, 18-પોઇન્ટ હોટ સ્ટોન મસાજ ફંક્શન અને ડ્યુઅલ આર્મરેસ્ટ સ્ક્રીનને સપોર્ટ કરે છે.





Read More