Gangs of Wasseypur Cast: ગેંગ્સ ઓફ વાસેપુર એક પોપુલર સિરીઝ છે, જેની બે સીઝન આવી અને બંને સુપરહિટ રહી છે. ઓટીટીની દુનિયામાં આજે પણ તેના પાત્રોની ચર્ચા થાય છે. તાજેતરમાં આ સિરીઝ ફરી ચર્ચામાં આવી જ્યારે AI એ તેના કેરેક્ટર્સના બાળપણની તસવીરો બનાવીને શેર કરી છે.
મનોજ વાજપેયીએ સિરીઝમાં સરદાર સિંહનો રોલ પ્લે કર્યો હતો. હવે સરદાર સિંહ બાળપણમાં કેવા દેખાતા હતા તે તસવીરમાં જોઈ લો.
ગેંગ્સ ઓફ વાસેપુરથી ઘણા એક્ટરોનું કરિયર પાટા પર દોડવા લાગ્યું હતું અને તેમાંથી એક પંકજ ત્રિપાઠીએ સુલ્તાન કુરૈશીનો રોલ પ્લે કર્યો હતો.
રાજકુમાર રાવ પણ ગેંગ્સ ઓફ વાસેપુરમાં હતા અને AI એ તેની રસપ્રદ ફોટો ક્રિએટ કર્યો છે, જે તેની બાળપણની સટીક ઝલક દેખાડે છે કે નહીં તે તો ખુદ રાજકુમાર જણાવી શકે છે. સિરીઝમાં તેણે શમશાદનો રોલ પ્લે કર્યો હતો.
તિગ્માંશુ ધૂલિયાનો આવો અંદાજ તમે ક્યારેય જોયો નહીં હોય. સિરીઝમાં રામાધીર સિંહના કેરેક્ટરમાં પ્રાણ ફૂંકનાર તિગ્માંશુ પણ કોઈથી ઓછો રહ્યો નથી. હાલ તેની તસવીરમાં તેનો બાળપણનો લુક આજના લુકથી મળતો હોય તેમ લાગી રહ્યું છે.
આ તસવીરને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આ નવાઝુદ્દીન સિદ્દીકી છે. તેનો લુક ખુબ અલગ લાગી રહ્યો છે. સિરીઝમાં તેણે ફૈઝલ ખાનનો રોલ પ્લે કર્યો હતો.